________________
અલંકાર
ઉદાહરણરૂપે આપ્યા છે. પોતાની પહેલાંના ગ્રંથકારો જેવા કે ભામહ, વામન, અભિનવગુપ્ત, ઉદ્ભટ વગેરેના અભિપ્રાયોનો ઉલ્લેખ કરીને પોતાનો જુદો મત પ્રદર્શિત કર્યો છે. મમ્મટ પછીથી થઈ ગયેલા આલંકારિકોએ ‘કાવ્યપ્રકાશ’નો યથેચ્છ ઉપયોગ કર્યો છે અને તેના પર અનેક ટીકાઓની રચના કરી છે, એ જ તેની લોકપ્રિયતાનું પ્રમાણ છે.
આ ‘કાવ્યપ્રકાશ' પર રાજગચ્છીય આચાર્ય સાગરચંદ્રના શિષ્ય માણિક્યચંદ્રસૂરિએ સંકેત નામની ટીકાની રચના કરી છે જે ઉપલબ્ધ ટીકાઓમાં ખૂબ પ્રાચીન છે. તેમણે વિ.સં. ‘રસ-વા-ગ્રહાધીશ'નો ઉલ્લેખ કર્યો છે, જેનો અર્થ કોઈ ૧૨૧૬, કોઈ ૧૨૪૬ અને કોઈ ૧૨૬૬ કરે છે. આચાર્ય માણિક્યચંદ્રસૂરિ મંત્રી વસ્તુપાલના સમકાલીન હતા આથી વિ.સં. ૧૨૬૬ યોગ્ય જણાય છે.
૧૨૫
આચાર્ય માણિક્યચંદ્રે પોતાના પૂર્વકાલીન ગ્રંથકારોની કૃતિઓનો પણ પર્યાસ ઉપયોગ કર્યો છે. આચાર્ય હેમચંદ્રના ‘કાવ્યાનુશાસન’ની સ્વોપજ્ઞ ‘અલંકારચૂડામણિ’ અને ‘વિવેક’ ટીકાઓમાંથી પણ ઉપયોગી સામગ્રી ઉષ્કૃત કરી છે.
કાવ્યપ્રકાશ-ટીકા :
તપાગચ્છીય મુનિ હર્ષકુલે ‘કાવ્યપ્રકાશ‘ ૫૨ એક ટીકા રચી છે. તેઓ વિક્રમની સોળમી શતાબ્દીમાં થઈ ગયા.
સારદીપિકા-વૃત્તિ ઃ
ખરતરગચ્છીય આચાર્ય જિનમાણિક્યસૂરિના શિષ્ય વિનયસમુદ્રગણિના શિષ્ય ગુણરત્નગણિએ ‘કાવ્યપ્રકાશ' પર ૧૦૦૦૦ શ્લોક-પ્રમાણ ‘સારદીપિકા' નામની ટીકાની રચના પોતાના શિષ્ય રત્નવિશાલ માટે કરી હતી.
કાવ્યપ્રકાશ-વૃત્તિ :
આચાર્ય જયાનંદસૂરિએ ‘કાવ્યપ્રકાશ’ પર એક વૃત્તિ લખી છે જેનું શ્લોક-પ્રમાણ ૪૪૦૦ છે.
૧. આની હસ્તલિખિત પ્રતિ પૂનાના ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં છે. ૨. વિલોવય વિવિધા: ટીજા ઞધીત્વ 7 ગુોર્મુહાત્ ।
काव्यप्रकाशटीकेयं रच्यते सारदीपिका ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org