________________
૧૨૮
વિદગ્ધમુખમંડન-ટીકા :
ખરતરગચ્છીય આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય લબ્ધિચંદ્રના શિષ્ય શિવચંદ્રે ‘વિદગ્ધમુખમંડન’ પર વિ.સં. ૧૬૬૯માં ‘સુબોધિકા' નામની ટીકા રચી છે. આ ટીકાનું પરિમાણ ૨૫૦૪ શ્લોક છે. ટીકાના અંતમાં કર્તાએ પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે :
श्रीलब्धिवर्धनमुनेर्विनयी विनेयो
विद्यावतां क्रमसरोजपरीष्टिपूतः ।
चक्रे यथामति शुभां शिवचन्द्रनामा
वृत्तिं विदग्धमुखमण्डनकाव्यसत्काम् ॥१॥
લાક્ષણિક સાહિત્ય
नन्दर्तु - भूपाल (१६६९ ) विशालवर्षे हर्षेण वर्षात्ययहर्षदत । मेवातिदेशे लवराभिधाने पुरे समारब्धमिदं समासीत् ॥२॥
વિદગ્ધમુખમંડન-વૃત્તિ ઃ
ખરતરગચ્છીય સુમતિકલશના શિષ્ય મુનિ વિનયસાગરે વિ.સં. ૧૬૯૯માં ‘વિદગ્ધમુખમંડન’ પર એક વૃત્તિની રચના કરી છે.
વિદગ્ધમુખમંડન-વૃત્તિ ઃ
Jain Education International
મુનિ વિનયસુંદરના શિષ્ય વિનયરત્ને ૧૭મી શતાબ્દીમાં ‘વિદગ્ધમુખમંડન’ પર વૃત્તિ રચી છે.
વિદગ્ધમુખમંડન-ટીકા :
મુનિ ભીમવિજયે ‘વિદગ્ધમુખમંડન’ પર એક ટીકાની રચના કરી છે. વિદગ્ધમુખમંડન-અવસૂરિ :
‘વિદગ્ધમુખમંડન’ પર કોઈ અજ્ઞાતનામા મુનિએ ‘અવસૂરિ’ની રચના કરી છે. અવસૂરિનો પ્રારંભ ‘મૃત્વા બિનેન્દ્રર્માપ’ થી થાય છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ જૈનમુનિકૃત અવસૂરિ છે.
વિદગ્ધમુખમંડન-ટીકા :
કકુદાચાર્ય-સંતાનીય કોઈ મુનિએ ‘વિદગ્ધમુખમંડન' પર એક ટીકા રચી છે. શ્રી અગરચંદજી નાહટાએ ભારતીય વિદ્યા, વર્ષ ૨, અંક ૩માં ‘જૈનેતર ગ્રંથો પર જૈન વિદ્વાનોં કી ટીકાઓં' શીર્ષક હેઠળના લેખમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org