________________
૧૧૬
લાક્ષણિક સાહિત્ય
આખ્યાયિકા, કથા, ચંપૂ, મિશ્રકાવ્ય, રૂપકના દસ ભેદ અને ગેય – આ રીતે વિવિધ વિષયોનો સંગ્રહ છે.
બીજા અધ્યાયમાં પદ અને વાક્યના દોષો, અર્થના ચૌદ દોષો, બીજાઓ દ્વારા નિર્દિષ્ટ દસ ગુણ, ત્રણ ગુણોના સંબંધમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય અને ત્રણ રીતિઓ વિષે ઉલ્લેખ છે. - ત્રીજા અધ્યાયમાં ૬૩ અલંકારોનું નિરૂપણ છે. તેમાં અન્ય, અપર, આશિષ, ઉભયન્યાસ, પિહિત, પૂર્વ, ભાવ, મત અને લેશ - આ રીતે કેટલાય વિરલ અલંકારોનો નિર્દેશ છે.
ચતુર્થ અધ્યાયમાં શબ્દાલંકારના ચિત્ર, શ્લેષ, અનુપ્રાસ, વક્રોક્રિત, યમક અને પુનરુક્તવદાભાસ – એવા ભેદ અને ઉપભેદ બતાવ્યા છે.
પંચમ અધ્યાયમાં નવ રસ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી, નાયક અને નાયિકાના ભેદ, કામની દસ દશાઓ અને રસના દોષ - આ પ્રમાણે વિવિધ વિષયોની ચર્ચા છે.
આ સૂત્રો પર સ્વોપજ્ઞ “અલંકારતિલક' નામની વૃત્તિની રચના વાભટે કરી છે. તેમાં કાવ્ય-વસ્તુનું ફુટ નિરૂપણ અને ઉદાહરણો આપવામાં આવ્યા છે. ચંદ્રપ્રભકાવ્ય, નેમિનિર્વાણ-કાવ્ય, રાજમતી-પરિત્યાગ, સીતા નામક કવયિત્રી અને અબ્ધિમંથન જેવા (અપભ્રંશ) ગ્રંથોના પદ્યો ઉદાહરણરૂપે આપવામાં આવ્યા છે. કાવ્યમીમાંસા અને કાવ્યપ્રકાશનો તેમાં ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં વાભદાલંકાર'નો પણ ઉલ્લેખ છે. વિવિધ દેશો, નદીઓ અને વનસ્પતિઓનો ઉલ્લેખ તથા મેદપાટ, રાહડપુર અને નલોટકપુરનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કવિના પિતા નેમિકુમારનો પણ ઉલ્લેખ છે. તેમના અન્ય બે ગ્રંથો છંદોનુશાસન અને ઋષભચરિત-નો પણ ઉલ્લેખ મળે છે.
કવિએ ટીકાના અંતમાં પોતાની નમ્રતા પ્રગટ કરી છે. તેઓ પોતાને દ્વિતીય વાભટ ગણાવીને લખે છે કે રાજા રાજસિંહ બીજા જયસિંહદેવ છે, તક્ષકનગર બીજું અણહિલ્લપુર છે અને હું વાદિરાજ બીજો વાત્મટ છું.
१. श्रीमद्भीमनृपालजस्य बलिनः श्रीराजसिंहस्य मे
सेवायामवकाशमाप्य विहिता टीका शिशूनां हिता। हीनाधिक्यवचो यदत्र लिखितं तद् वै बुधैः क्षम्यतां गार्हस्थ्यावनिनाथसेवनधियः कः स्वस्थतामाप्नुयात् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org