SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર તેમના રચેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. હૈમનામમાલા-બીજક, ૨. તર્કભાષાવાર્તિક (સં. ૧૬૩૩), ૩. સ્યાદ્વાદભાષા-વૃત્તિયુત (સં. ૧૬૬૭), ૪. કલ્પસૂત્રટીકા, ૫. પ્રશ્નોત્ત૨રત્નાકર (સેનપ્રશ્ન). કાવ્યકલ્પલતાવૃત્તિ-ટીકા : જિનરત્નકોશના પૃ. ૮૯માં ઉપાધ્યાય યશોવિજયજીએ ૩૨૫૦ શ્લોક પરિમાણ એક ટીકાની આચાર્ય અમરચંદ્રસૂરિની ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’ પર રચના કરી છે, તેવો ઉલ્લેખ છે.૧ ૧૧૫ કાવ્યકલ્પલતાવૃત્તિ-બાલાવબોધ : નેમિચંદ્ર ભંડારી નામના વિદ્વાને ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’ પર જૂની ગુજરાતીમાં ‘બાલાવબોધ’ની રચના કરી છે. તેમણે ‘ષષ્ટિશતક' પ્રકરણ પણ બનાવ્યું છે. કાવ્યકલ્પલતાવૃત્તિ-બાલાવબોધ : ખરતરગચ્છીય મુનિ મેરુસુંદરે વિ.સં. ૧૫૩૫માં ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’ પર જૂની ગુજરાતીમાં એક અન્ય ‘બાલાવબોધ'ની રચના કરી છે. તેમણે ષષ્ટિશતક, વિદગ્ધમુખમંડન, યોગશાસ્ત્ર ઇત્યાદિ ગ્રંથો પર બાલાવબોધોની રચના કરી છે. અલંકારપ્રબોધ : 00 આચાર્ય અમરચંદ્રસૂરિએ ‘અલંકારપ્રબોધ’ નામના ગ્રંથની રચના વિ.સં. ૧૨૮૦ની આસપાસમાં કરી છે. તે ગ્રંથનો ઉલ્લેખ આચાર્યે પોતાની ‘કાવ્યકલ્પલતાવૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે. આ ગ્રંથ હજી સુધી ઉપલબ્ધ નથી થયો. કાવ્યાનુશાસન : મહાકવિ વાગ્ભટે ‘કાવ્યાનુશાસન’ નામના અલંકાર-ગ્રંથની રચના ૧૪મી શતાબ્દીમાં કરી છે. તેઓ મેવાડ દેશમાં પ્રસિદ્ધ એવા જૈન શ્રેષ્ઠી નેમિકુમારના પુત્ર ને રાહડના લઘુબંધુ હતા. આ ગ્રંથ પાંચ અધ્યાયોમાં ગદ્યમાં સૂત્રબદ્ધ છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન અને હેતુ, કવિ-સમય, કાવ્યનું લક્ષણ અને ગદ્ય આદિ ત્રણ ભેદ, મહાકાવ્ય, ૧. આની પ્રત અમદાવાદના વિમલગચ્છના ઉપાશ્રયમાં છે, તેમ સૂચિત કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy