________________
અલંકાર
૧૧૭
શૃંગારાર્ણવચંદ્રિકા :
દિગંબર જૈનમુનિ વિજયકીર્તિના શિષ્ય વિજયવર્ણાએ “શૃંગારાષ્ટ્રવચંદ્રિકા' નામના અલંકાર-ગ્રંથની રચના કરી છે. દક્ષિણ કાનડા જિલ્લામાં રાજ કરનારા જૈન રાજવંશોમાં બંગવંશીય (ગંગવંશીય) રાજા કામરાય બંગ, જે શક સં. ૧૧૮૬ (સન્ ૧૨૬૪, વિ.સં. ૧૩૨૦)માં સિંહાસનારૂઢ થયો હતો, ની પ્રાર્થના સ્વીકારીને કવિવર વિજયવર્ણાએ આ ગ્રંથની રચના કરી હતી. તે સ્વયં કહે છે કે :
इत्थं नृपप्रार्थितेन मयाऽलङ्कारसंग्रहः ।
क्रियते सूरिणा (? वर्णिना) नाम्ना श्रृंगारार्णवचन्द्रिका ॥ આ ગ્રંથમાં કાવ્યના ગુણ, રીતિ, દોષ, અલંકાર વગેરેનું નિરૂપણ કરતાં જેટલાં પણ પદ્યમય ઉદાહરણો આપવામાં આવ્યાં છે તે બધા રાજા કામરાય બંગની પ્રશંસારૂપે છે. અંતમાં વર્ણજી કહે છે :
श्रीवीरनरसिंहकामरायबङ्गनरेन्द्रशरदिन्दुसन्निभकीर्तिप्रकाशके श्रृङ्गारार्णवचन्द्रिकानाम्नि अलंकारसंग्रहे ॥
કવિએ પ્રારંભમાં ૭ પદ્યમાં સુપ્રસિદ્ધ કન્નડ કવિ ગુણવર્માનું સ્મરણ કર્યું છે. અન્ય પદ્યોમાં બંગવાડીની તત્કાલીન સમૃદ્ધિની સ્પષ્ટ ઝલક મળે છે તથા કદંબ રાજવંશના વિષયમાં પણ સૂચના મળે છે.
“શૃંગારાષ્ટ્રવચંદ્રિકા'માં દસ પરિચ્છેદ આ પ્રમાણે છે : ૧. વર્ગ-ગણ-ફલનિર્ણય, ૨. કાવ્યગતશબ્દાર્થનિર્ણય, ૩. રસભાવનિર્ણય, ૪, નાયકભેદનિર્ણય, પ. દશગુણનિર્ણય, ૬. રીતિનિર્ણય, ૭. વૃત્તિ(g)નિર્ણય ૮. શઠાભાગનિર્ણય, ૯. અલંકારનિર્ણય, ૧૦. દોષ-ગુણનિર્ણય. આ સરળ અને સ્વતંત્ર ગ્રંથ છે. અલંકાર સંગ્રહ:
કન્નડ જૈન કવિ અમૃતનંદીએ “અલંકારસંગ્રહ' નામક ગ્રંથની રચના કરી છે. તેને “અલંકારસાર' પણ કહે છે “કન્નડકવિચરિત' (ભા. ૨, પૃ. ૩૩)થી જાણ થાય છે કે અમૃતનંદી ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા હતા.
રસરત્નાકર' નામના કન્નડ અલંકારગ્રંથની ભૂમિકામાં છે. વેંકટરાવ તથા એચ.ટી.શેષ આયંગરે “અલંકાસંગ્રહ’ વિશે આ પ્રમાણે પરિચય આપ્યો છે :
१. श्रीमद्विजयकीर्त्याख्यगुरुराजपदाम्बुजम् ।।५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org