________________
૧૦૬
લાક્ષણિક સાહિત્ય
આ ગ્રંથમાં પ પરિચ્છેદ છે. કુલ ૨૬૦ પદ્યો છે – અધિકાંશ પદ્યો અનુષ્ટ્રમાં છે. પરિચ્છેદના અંતમાં કેટલાક પડ્યો અન્ય છંદોમાં રચવામાં આવ્યા છે. તેમાં ઓજગુણ (૩.૧૪)નું ચિત્રણ કરતું એક માત્ર ગદ્ય અવતરણ છે.
પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું લક્ષણ, કાવ્યની રચનામાં પ્રતિભાતુનો નિર્દેશ, પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની વ્યાખ્યા, કાવ્યરચના માટે અનુકૂળ પરિસ્થિતિ અને કવિઓએ પાલન કરવાના નિયમોની ચર્ચા છે.
બીજા પરિચ્છેદમાં કાવ્યની રચના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભૂતભાષા-આ ચાર ભાષાઓમાં કરી શકાય છે – તે વર્ણવેલું છે. કાવ્યના છંદ-નિબદ્ધ અને ગદ્યનિબદ્ધ - એવા બે તથા ગદ્ય, પદ્ય અને મિશ્ર-એવા ત્રણ પ્રકારના ભેદ આપવામાં આવ્યા છે. તેની પછી પદ્ય અને વાક્યના આઠ દોષોનાં લક્ષણોનું ઉદાહરણ સાથે વિવેચન કરીને અર્થ-દોષોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ત્રીજા પરિચ્છેદમાં કાવ્યના દસ ગુણ અને લક્ષણ ઉદાહરણસહિત આપવામાં આવ્યા છે.
ચોથા પરિચ્છેદમાં ચિત્ર, વિક્રોક્તિ, અનુપ્રાસ અને યમક-આ ચાર શબ્દાલંકારો તથા તેમના ઉપભેદોનું, ૩૫ અર્થાલંકારો અને વૈદર્ભી તથા ગૌડી-આ બે રીતિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
પાંચમા પરિચ્છેદમાં નવ રસ, નાયક અને નાયિકાઓના ભેદ અને તત્સંબંધી અન્ય વિષયોનું નિરૂપણ છે.
આ ગ્રંથમાં જે ઉદાહરણ આપવામાં આવ્યાં છે તે કર્તાનાં સ્વરચિત જણાય છે. ચતુર્થ પરિચ્છેદના ૪૯, ૫૩, ૫૪, ૭૪, ૭૮, ૧૦૬, ૧૦૭ અને ૧૪૮ સંખ્યક ઉદાહરણ પ્રાકૃતમાં છે. આમાં “નેમિનિર્વાણ-કાવ્ય'નાં છ પદ્ય ઉદ્ધત છે. ૧. વાભદાલંકાર-વૃત્તિઃ
આચાર્ય સોમસુંદરસૂરિ (સ્વ.વિ.સં. ૧૪૯૯)ના સંતાનીય સિંહદેવગણિએ “વાભુટાલંકાર' પર ૧૩૩૧ શ્લોક-પરિમાણ વૃત્તિની રચના કરી છે.' ૨. વાભદાલંકાર-વૃત્તિ:
તપાગચ્છીય આચાર્ય વિશાલરાજના શિષ્ય સામોદયગણિએ “વાભદાલંકાર' પર ૧૧૬૪ શ્લોક-પરિમાણ વૃત્તિ બનાવી છે.
૧. આ વૃત્તિ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી છપાઈ છે. ૨. આની હસ્તલિખિત પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org