SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર ૧૦૫ અભિપ્રાય એ છે કે જ્યારે વાદી દેવસૂરિએ “સ્યાદ્વાદરત્નાકર'ની રચના કરી ત્યાર પહેલાં જ અંબાપ્રસાદે પોતાના ત્રણે ગ્રંથોની રચના પૂરી કરી દીધી હતી. જો કે સાધાદરત્નાકર' હજી સુધી પૂરેપૂરો પ્રાપ્ત થયો નથી એટલે તેની રચનાનો ચોક્કસ સમય અજ્ઞાત છે. “કલ્પલતા' ગ્રંથ પણ હજી સુધી મળ્યો નથી. કલ્પલતાપલ્લવ (સંકેત) : કલ્પલતા” પર મહામાત્ય અંબાપ્રસાદ-રચિત “કલ્પલતાપલ્લવ' નામક વૃત્તિ ગ્રંથ હતો પરંતુ તે હજી સુધી પ્રાપ્ત થયો નથી. આથી તે વિષયમાં કશું કહી શકાય. નહીં. કલ્પપલ્લવશેષ (વિવેક): “કલ્પલતા પર “કલ્પપલ્લવશેષ' નામની વૃત્તિની ૬૫૦૦ શ્લોક-પરિમાણ હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. તેના કર્તા પણ મહામાત્ય અંબાપ્રસાદ જ છે. તેનું આદિ પદ્ય આ પ્રમાણે છે : यत् पल्लवे न विवृतं दुर्बोधं मन्दबुद्धेश्चापि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽयमतिसुगमः ॥ આ ગ્રંથમાં અલંકાર રસ અને ભાવો વિષયમાં દાર્શનિક ચર્ચા કરવામાં આવી છે. તેમાં ઘણાં ઉદાહરણો અન્ય કવિઓનાં છે અને ઘણાં સ્વનિર્મિત છે. સંસ્કૃત સિવાય પ્રાકૃતનાં પણ અનેક પદ્ય છે. કલ્પલતાને વિબુધમંદિર, પલ્લવીને મંદિરનો કળશ અને “શેષ'ને તેનો ધ્વજ કહેવામાં આવેલ છે. વાભદાલંકાર : વાભુટાલંકારના કર્તા વાલ્મટ છે. પ્રાકૃતમાં તેમને બાહડ કહેતા હતા. તેઓ ગુર્જરનરેશ સિદ્ધરાજના સમકાલીન અને તેમના દ્વારા સન્માનિત હતા. તેમના પિતાનું નામ સોમ હતુ અને તે મહામંત્રી હતા. કેટલાક વિદ્વાનો મહામંત્રી ઉદયનનું બીજું નામ સોમ હતું, તેમ માને છે. આ વાત સાચી હોય તો આ વાભટ વિ.સં. ૧૧૭૯ થી ૧૨૧૩ સુધી વિદ્યમાન હતા. १. बंभण्डसुत्तिसंपुडमुत्तिअमणिणोपहाससमुह व्व। સિચિવાહ૬ ત્તિ તણો માસિ વુહો તસ્ય સોમન્સ . (૪. ૧૪૮, પૃ. ૭૨) ૨. “પ્રબન્ધચિંતામણિ' શૃંગ ૨૨, શ્લોક ૪૭૨, ૬૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy