________________
લાક્ષણિક સાહિત્ય
‘પ્રમાણનયતત્ત્વાલોક’ નામના દાર્શનિક ગ્રંથનું નિર્માણ કર્યું છે તેના ૫૨ તેમણે ‘સ્યાદ્વાદરત્નાકર’ નામની સ્વોપજ્ઞ વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. તેમાં તેમણે આ ગ્રંથ વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
૧૦૪
श्रीमदम्बाप्रसादसचिवप्रवरेण कल्पलतायां तत्सङ्केते कल्पपल्लवे च प्रपञ्चितमस्तीति तत एवावसेयम् ।
-
આ ઉલ્લેખથી સૂચિત થાય છે કે ‘કલ્પલતા’ અને તેની બંને વૃત્તિઓ - આ ત્રણે ગ્રંથોના કર્તા મહામાત્ય અંબાપ્રસાદ હતા. આ મહામાત્ય વિશે એક દાનપત્ર-લેખ મળ્યો છે, જેના આધારે નિર્ણય કરી શકાય છે કે તેઓ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના મહામાત્ય હતા અને કુમારપાળના સમયમાં પણ મહામાત્યના રૂપમાં વિદ્યમાન હતા.
૩
વાદી દેવસૂરિ જેવા પ્રૌઢ વિદ્વાને મહામાત્ય અંબાપ્રસાદના ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે, તેનાથી સમજી શકાય છે કે અંબાપ્રસાદના આ ગ્રંથોનું તેમણે અવલોકન કર્યું હતું અને તેમની વિદ્વત્તા માટે સૂરિજીને આદરભાવ હતો. વાદી દેવસૂરિ પ્રત્યે પણ અંબાપ્રસાદને એવો જ આદરભાવ હતો, તેનો સંકેત ‘પ્રભાવકચરિત'ના નિમ્નોક્ત ઉલ્લેખથી થાય છે :
દેવબોધ નામના ભાગવત વિદ્વાન જ્યારે પાટણમાં આવ્યા ત્યારે તેમણે પાટણના વિદ્વાનોને લક્ષ્યમાં રાખીને એક શ્લોકનો અર્થ કરી બતાવવા પડકાર ફેંક્યો. જ્યારે છ મહિના સુધી કોઈ વિદ્વાન તેનો અર્થ જણાવી ન શક્યો ત્યારે મહામાત્ય અંબાપ્રસાદે સિદ્ધરાજને વાદી દેવસૂરિનું નામ જણાવી કહ્યું કે તેઓ આનો અર્થ બતાવી શકશે. સિદ્ધરાજે સૂરિજીને સાદર આમંત્રણ મોકલાવ્યું અને તેમણે શ્લોકની સ્પષ્ટ વ્યાખ્યા કહી સંભળાવી, જે સાંભળી બધા આનંદિત થઈ ગયા.
૧. પરિચ્છેદ ૧, સૂત્ર ૨, પૃ. ૨૯; પ્રકાશક-આર્હુતમત-પ્રભાકર, પૂના, વી૨ સં. ૨૪૫૩. ૨. ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, લેખ ૧૪૪.
૩. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, પૃ. ૩૩૨.
૪. વાદિદેવસૂરિચરિત, શ્લોક ૬૧ થી ૬૬.
૫. જન્માસાને તવા પામ્વપ્રસારો ભૂપતેઃ પુરઃ । देवसूरिप्रभुं विज्ञराजं दर्शयति स्म च ॥६५॥
Jain Education International
· પ્રભાવક-ચરિત, વાદિદેવસૂરિચરિત.
For Private & Personal Use Only
www.jainelibrary.org