________________
• ૯૪
એકાક્ષરી-નાનાર્થકાંડ :
ટિંગબર ધરસેનાચાર્યે ‘એકાક્ષરી-નાનાર્થકાંડ’ નામના કોશની પણ રચના કરી
1
છે. તેમાં ૩૫ પઘો છે. ક થી લઈને ક્ષ સુધીના વર્ણોના અર્થનો નિર્દેશ પ્રથમ ૨૮ પદ્યોમાં છે અને સ્વરોનો અર્થનિર્દેશ પછીના ૭ પદ્યોમાં છે.
એકાક્ષરનામમાલિકા :
લાક્ષણિક સાહિત્ય
અમરચંદ્રસૂરિએ ‘એકાક્ષરનામમાલિકા' નામક કોશ-ગ્રંથની રચના ૧૩મી શતાબ્દીમાં કરી છે. આ કોશના પ્રથમ પદ્યમાં કર્તાએ અમરકવીન્દ્ર નામ દર્શાવ્યું છે અને સૂચિત કર્યું છે કે વિશ્વાભિધાનકોશોનું અવલોકન કરીને આ ‘એકાક્ષરનામમાલિકા’ની રચના કરી છે. તેમાં ૨૧ પદ્યો છે.
અમરચંદ્રસૂરિએ ગુજરાતના રાજા વિસલદેવની રાજસભાને વિભૂષિત કરી હતી. તેમણે પોતાની શીઘ્રકવિત્વશક્તિથી સંસ્કૃતમાં કાવ્ય-સમસ્યાપૂર્તિ કરીને સમકાલીન કવિસમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. બાલભારત, ૨. કાવ્યકલ્પલતા (કવિશિક્ષા), ૩. પદ્માનંદ-મહાકાવ્ય, ૪. સ્યાદિશબ્દસમુચ્ચય.
એકાક્ષરકોશ :
મહાક્ષપણકે ‘એકાક્ષરકોશ’ નામના ગ્રંથની રચના કરી છે. કવિએ પ્રારંભમાં જ આગમો, અભિધાનો, ધાતુઓ અને શબ્દશાસનથી આ એકાક્ષરનામાભિધાન કર્યું છે. ૪૧ પદ્યોમાં ક થી ક્ષ સુધીના વ્યંજનોના અર્થપ્રતિપાદન પછી સ્વરોના અર્થોનું દિગ્દર્શન કર્યું છે.
એક પ્રતિમાં કર્તાના સંબંધમાં આ પ્રકારનો પાઠ મળે છે : ‘જાક્ષરાર્થસંતાપઃ મૃતઃ ક્ષપળાિિમ: ।' આ રીતે નામ સિવાય આ ગ્રંથકાર વિશે કોઈ પરિચય પ્રાપ્ત થતો નથી. આ કોશ-ગ્રંથ પ્રકાશિત છે.
૧. પં. નંદલાલ શર્માની ભાષા-ટીકા સાથે સન્ ૧૯૧૨માં આકલૂનિવાસી નાથા રંગજી ગાંધી દ્વારા આ અનેકાર્થકોશ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
૨. એકાક્ષરનામ-કોષસંગ્રહઃ સંપાદક-પં. મુનિશ્રી રમણીકવિજયજી; પ્રકાશક - રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, વિ. સં. ૨૦૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org