SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કોશ ૯૩ નાનાર્થકોશ: નાનાર્થકોશ'ના રચયિતા અસગ નામે કવિ હતા, તેવો માત્ર ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેઓ કદાચ દિગંબર જૈન ગૃહસ્થ હતા. તેઓ ક્યારે થઈ ગયા અને ગ્રંથની રચનાશૈલી કેવી છે, તે ગ્રંથ પ્રાપ્ત થતો ન હોવાથી કહી શકાતું નથી. પંચવર્ગસંગ્રહનામમાલા : આચાર્ય મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિએ વિ.સં. ૧૫૨૫માં પંચવર્ગસંગ્રહ-નામમાલા'ની રચના કરી છે. ગ્રંથકર્તાના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. ભરતેશ્વરબાહુબલી-સવૃત્તિ, ૨. પંચશતીપ્રબન્ધ, ૩. શત્રુંજયકલ્પકથા (વિ.સં. ૧પ૧૮), ૪. શાલિવાહન-ચરિત્ર (વિ. સં. ૧૫૪૦), ૫. વિક્રમચરિત્ર આદિ કેટલાક કથાગ્રંથ. અપવર્ગનામમાલા : આ ગ્રંથને “જિનરત્નકોશ” પૃ. ૨૭૭માં “પંચવર્ગપરિહારનામમાલા” નામ આપવામાં આવ્યું છે, પરંતુ તેનો આદિ અને અંત ભાગ જોતાં “અપવર્ગનામમાલા જ વાસ્તવિક નામ જણાય છે. આ કોશમાં પાંચ વર્ગ એટલે કે ક થી મ સુધીના વર્ણોને છોડીને ય, ર, લ, વ, શ, ષ, સ, હ- આ આઠ વર્ણોમાંથી ઓછા-વત્તા વર્ણો વડે બનેલા શબ્દો દર્શાવ્યા છે. આ કોશના રચયિતા જિનભદ્રસૂરિ છે. તેમણે પોતાને જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિના સેવક ગણાવ્યા છે અને પોતાની જિનપ્રિય (વલ્લભ) સૂરિના વિનેયશિષ્યરૂપે પરિચય આપ્યો છે. આથી તેઓ ૧૨મી શતાબ્દીમાં થઈ ગયા એવું અનુમાન થાય છે, પરંતુ આ સમય વિચારણીય છે. અપવર્ગનામમાલા : જૈન ગ્રંથાવલી, પૃ. ૩૦૯માં અજ્ઞાતકર્તક “અપવર્ગનામમાલા' નામના ગ્રંથનો ઉલ્લેખ છે જે ૨૧૫ શ્લોક-પ્રમાણ છે. ૧. અપવાધ્યાસિતમવત્રિતમહંત નત્વા | अपवर्गनाममाला विधीयते मुग्धबोधधिया । २. श्रीजिनवल्लभ-जिनदत्तसूरिसेवी जिनप्रियविनेयः । अपवर्गनाममालामकरोज्जिनभद्रसूरिरिमाम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy