SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કોશ એકાક્ષરનામમાલા : એકાક્ષરનામમાલામાં ૫૦ પદ્યો છે. વિક્રમની ૧૫મી શતાબ્દીમાં તેની રચના સુધાકલશમુનિએ કરી છે. કર્તાએ શ્રી વર્ધમાન તીર્થંકરને પ્રણામ કરીને અંતિમ પદ્યમાં પોતાનો પરિચય આપતાં પોતાને મલધારિગચ્છભર્તા ગુરુ રાજશેખરસૂરિના શિષ્ય બતાવ્યા છે. રાજશેખરસૂરિએ વિ.સં. ૧૪૦૫માં “પ્રબન્ધકોશ (ચતુર્વિશતિપ્રબન્ધ) નામના ગ્રંથની રચના કરી છે. ઉપાધ્યાય સમયસુંદરગણિએ સં. ૧૯૪૯માં રચાયેલા “અષ્ટલક્ષાર્થીઅર્થરત્નાવલી'માં આ કોશનો નામનિર્દેશ કર્યો છે અને અવતરણ આપ્યું છે. સુધાકલશગણિરચિત “સંગીતોપનિષદ્' (સં. ૧૩૮૦) અને તેનો સારસારોદ્ધાર (સં. ૧૪0૬) પ્રાપ્ત થાય છે. જે સન્ ૧૯૬૧માં ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ દ્વારા સંપાદિત થઈને ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝ, ૧૩૩ માં “સંગીતોપનિષતુ સારોદ્ધાર' નામથી પ્રકાશિત થયેલ છે. આધુનિક પ્રાકૃત-કોશઃ આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ સાડા ચાર લાખ શ્લોક-પ્રમાણ “અભિધાનરાજેન્દ્ર નામના પ્રાકૃત કોશગ્રંથની રચનાનો પ્રારંભ વિ.સં. ૧૯૪૬માં સિયાણામાં કર્યો હતો અને સં. ૧૯૬૦માં સૂરતમાં તેની પૂર્ણાહુતિ કરી હતી. આ કોશ સાત વિશાળકાય ભાગોમાં છે. તેમાં ૬૦,૦૦૦ પ્રાકૃત શબ્દોના મૂળ સાથે સંસ્કૃતમાં અર્થો આપ્યા છે અને તે શબ્દોના મૂળસ્થાન અને અવતરણ પણ આપ્યાં છે. ક્યાંક ક્યાંક તો અવતરણોમાં આખે આખો ગ્રંથ જ આપવામાં આવ્યો છે. ઘણા અવતરણો સંસ્કૃતમાં પણ છે. આધુનિક પદ્ધતિથી તેની સંકલના થઈ છે. ૨ આ રીતે આ જ વિજયરાજેન્દ્રસૂરિનો “શબ્દામ્બુધિકોશ' પ્રાકૃતમાં છે, જે હજી પ્રકાશિત થયો નથી. ૧. આ “એકાક્ષરનામમાલા” હેમચન્દ્રાચાર્યની “અભિધાનચિંતામણિ'ની અનેક આવૃત્તિઓની સાથે પરિશિષ્ટોમાં (દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, વિજયકસૂરસૂરિસંપાદિત “અભિધાનચિન્તામણિ-કોશ', પૃ. ૨૩૬-૨૪૦) અને અનેકાર્થરત્નમંજૂષા' પરિશિષ્ટ ક (દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, ગ્રંથ ૮૧)માં પણ પ્રકાશિત છે. ૨. આ કોશ રતલામથી પ્રકાશિત થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy