________________
८८
લાક્ષણિક સાહિત્ય આ કોશ પર સ્વપજ્ઞ ટીકા છે, જેમાં અભિમાનચિન, અવન્તિસુંદરી, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાઠોદૂખલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શામ્બ, શીલાંગ અને સાતવાહનનાં નામ આપવામાં આવ્યા છે. શિલોચ્છકોશ : - આચાર્ય હેમચંદ્રસૂરિ-રચિત “અભિધાન-ચિંતામણિ' કોશના બીજા પરિશિષ્ટ રૂપે શ્રી જિનદેવમુનિએ શિલોંછ” નામથી ૧૪૦ શ્લોકની રચના કરી છે. કર્તાનો રચના સમય ત્રિ-વસુ-ઈન્દુ' (?) હોવાનો નિર્દેશ કર્યો છે, પરંતુ તેમાં એક અંકનો શબ્દ ખૂટે છે. “જિનરત્નકોશ' પૃ. ૩૮૩માં વિ.સં. ૧૪૩૩માં આની રચના થઈ, એવો નિર્દેશ છે. આ સમય કયા આધારે લખવામાં આવ્યો છે તે સૂચિત કર્યું નથી. શિલોંછકોશ છપાઈ ચૂક્યો છે. શિલોચ્છ-ટીકાઃ
આ “શિલોચ્છ' પર જ્ઞાનવિમલસૂરિના શિષ્ય શ્રીવલ્લભે વિ.સં. ૧૬૫૪માં ટીકાની રચના કરી છે. આ ટીકા છપાઈ છે. નામકોશઃ
ખરતરગચ્છીય વાચક રત્નસારના શિષ્ય સહજકીર્તિએ છ કાંડોમાં લિંગનિર્ણયની સાથે “નામકોશ” કે “નામમાલા' નામના કોશ-ગ્રંથથી રચના કરી છે. આ કોશનો આદિ શ્લોક આ પ્રમાણે છે :
स्मृत्वा सर्वज्ञमात्मानं सिद्धशब्दार्णवान् जिनान् ।
सलिङ्गनिर्णयं नामकोशं सिद्धं स्मृतिं नये ॥ અંતિમ પદ્ય આ પ્રમાણે છે :
कृतशब्दार्णवैः साङ्गः श्रीसहजादिकीर्तिभिः ।
सामान्यकाण्डोऽयं षष्ठः स्मृतिमार्गमनीयत ॥ સહજકીર્તિએ “શતદલકમલાલંકૃતલોદ્રપુરીયપાર્શ્વનાથ સ્તુતિ(સંસ્કૃત)ની રચના વિ. સં. ૧૬૮૩માં કરી છે. આ કોશ પણ તે સમયની આસપાસમાં રચાયેલો હશે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો.
સહજકીર્તિના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. શતદલકમલાલંકૃતલોદ્રપુરીયપાર્શ્વનાથ સ્તુતિ (સં. ૧૬૮૩) ૨. મહાવીરસ્તુતિ (સં. ૧૬૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org