SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કોશ ૮૭. નિઘટ્યુશેષ-ટીકાઃ ખરતરગચ્છીય શ્રીવલ્લભગણિએ ૧૭મી સદીમાં “નિઘટ્શેષ” પર ટીકા લખી દેશીશબ્દસંગ્રહ: આચાર્ય હેમચંદ્રસૂરિએ “દેશી શબ્દ-સંગ્રહ'નામથી દેશ્ય શબ્દોના સંગ્રહાત્મક કોશગ્રંથની રચના કરી છે. તેનું બીજું નામ “દેશીનામમાલા' પણ છે. તેને રયણાવલી (રત્નાવલી) પણ કહે છે. દેશ્ય શબ્દોનો આવો બીજો કોશ હજી સુધી જોવામાં આવ્યો નથી. આમાં કુલ ૭૮૩ ગાથાઓ છે, જે આઠ વર્ગોમાં વિભક્ત કરવામાં આવી છે તે વર્ગોનાં નામ આ છે: ૧.સ્વરાદિ, ૨. કવર્ગાદિ, ૩. ચવર્ગાદિ, ૪, વર્ગાદિ, ૫. તવર્ગાદિ, ૬. પવર્ગાદિ, ૭. યકારાદિ અને ૮. સકારાદિ. સાતમા વર્ગની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની નામ-વ્યવસ્થા યદ્યપિ જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે પરંતુ વ્યાકરણમાં નથી. આ વર્ગોમાં પણ શબ્દો તેમની અક્ષરસંખ્યાના ક્રમથી રાખવામાં આવ્યા છે અને અક્ષર-સંખ્યામાં પણ અકારાદિ વર્ણાનુક્રમથી શબ્દો દર્શાવવામાં આવ્યા છે. આ ક્રમથી એકાર્યવાચી શબ્દો આપ્યા પછી અનેકાર્થવાચી શબ્દોનું આખ્યાન કરવામાં આવ્યું છે. આ કોશ-ગ્રંથની રચના કરતી વખતે ગ્રંથકારની સામે અનેક કોશગ્રંથો વિદ્યમાન હતા તેમ જણાય છે. પ્રારંભની બીજી ગાથામાં કોશકારે કહ્યું છે કે પાદલિતાચાર્ય આદિ દ્વારા વિરચિત દેશી-શાસ્ત્રો હોવા છતાં પણ તેમણે કયા પ્રયોજનથી આ ગ્રંથ લખ્યો છે. ત્રીજી ગાથામાં કહેવામાં આવ્યું છે કે : जे लक्खणे ण सिद्धा ण पसिद्धा सक्क्याहिहाणेसु । ण य गउडलक्खणासत्तिसंभवा ते इह णिबद्धा ॥३॥ અર્થાત્ જે શબ્દ ન તો તેમના સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણોના નિયમથી સિદ્ધ થાય, ન તો સંસ્કૃત કોશોમાં મળે અને ન તો અલંકારશાસ્ત્રપ્રસિદ્ધ ગૌડી લક્ષણાશક્તિથી અભીષ્ટ અર્થ પ્રદાન કરે તેમને જ દેશી માનીને આ કોશમાં નિબદ્ધ કરવામાં આવ્યા છે. ૧. પિશલ અને બુહલર દ્વારા સંપાદિત - મુમ્બઈ સંસ્કૃત સિરીઝ, સન્ ૧૯૮૦, બેનર્જી દ્વારા સંપાદિત-કલકત્તા, સન્ ૧૯૩૧, Studies in Hemacandra's Desināmamala by Bhayani, P. V. Research Institute, Varanasi, 1966. Jain Education International For Private & Personal Use Only .WWW.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy