________________
८६
લાક્ષણિક સાહિત્ય
ઉલ્લેખ મળે છે. આ કૃતિ તેમણે પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી, એમ બીજા કાંડની ટીકાના અંતિમ પદ્ય પરથી જાણી શકાય છે. રચના-સમય વિક્રમીય ૧૩મી શતાબ્દી છે.
આ ગ્રંથની ટીકા લખવામાં નિમ્નલિખિત ગ્રંથોની સહાયતા લેવામાં આવી છે એવો ઉલ્લેખ પ્રારંભમાં જ છે : વિશ્વપ્રકાશ, શાશ્વત, રજસ, અમરસિંહ, મંખ, હુગ્ગ, વ્યાડિ, ધનપાલ, ભાગરિ, વાચસ્પતિ અને યાદવની કૃતિઓ તથા ધન્વતરિત નિઘંટુ અને લિંગાનુશાસન. નિઘટ્ટશેષ :
આચાર્ય હેમચંદ્રસૂરિએ “નિઘટ્શેષ' નામના વનસ્પતિ-કોશ-ગ્રંથની રચના કરી છે. “નિઘટ્ટ’નો અર્થ છે વૈદિક શબ્દોનો સમૂહ. વનસ્પતિઓનાં નામોના સંગ્રહને પણ “નિઘટુ” કહેવાની પ્રાચીન પરંપરા છે. ધન્વન્તરિ-નિઘટ્ટ, રાજકોશ-નિઘટ્ટ, સરસ્વતી-નિઘટ્ટ, હનુમનિટુ આદિ વનસ્પતિકોશગ્રંથો પ્રાચીનકાળમાં પ્રચલિત હતા. “ધન્વન્તરિ-નિઘટ્ટ' સિવાયના ઉપર્યુક્ત કોશગ્રંથો આજે દુષ્માપ્ય છે. આચાર્ય હેમચંદ્રસૂરિની સામે કદાચ “ધન્વતંરિ-નિઘટ્ટ' કોશ હતો. પોતાના કોશગ્રંથોની રચનાના વિષયમાં આચાર્યે આ પ્રમાણે લખ્યું છે :
विहितैकार्थ-नानार्थ-देश्यशब्दसमुच्चयः ।
निघण्टुशेषं वक्ष्येऽहं नत्वाऽर्हत्पादपङ्कजम् ॥ અર્થાત એકાર્થકકોશ (અભિધાનચિંતામણિ), નાનાર્થકોશ (અનેકાર્થસંગ્રહ) અને દેશ્યકોશ (દશીનામમાલા)ની રચના કરીને પછી અહંતુ તીર્થંકરના ચરણકમલને નમસ્કાર કરીને “નિઘટ્શેષ નામનો કોશ કહીશ. આ “
નિટુશેષમાં છ કાંડ આ પ્રમાણે છે : ૧. વૃક્ષકાંડ શ્લોકો ૧૮૯, ૨. ગુલ્મકાંડ ૧૦૫, ૩. લતાકાંડ ૪૪, ૪. શાકકાંડ ૩૪, ૫. તૃણકાંડ ૧૭, ૬. ધાન્યકાંડ ૧૫ - કુલ મળીને ૩૯૬ શ્લોકો છે.
આ કોશગ્રંથ આયુર્વેદશાસ્ત્ર માટે ઉપયોગી છે.
અભિધાનચિંતામણિ”માં આ શબ્દોને નિબદ્ધ ન કરતાં વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે તે “
નિટુશેષ' નામથી અલગથી સંકલિત કરવામાં આવ્યા છે.
૧. આ ટીકાગ્રંથ મૂળની સાથે શ્રી જાચારિયા (મુંબઈ)એ સન્ ૧૮૯૩માં સંપાદિત કર્યો છે. ૨. આ ગ્રંથ સટીક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી
સન્ ૧૯૬૮માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org