________________
કોણ
૩. કલ્પસૂત્ર પર “કલ્પમંજરી” નામની ટીકા (પોતાના સતીર્થ્ય શ્રીસારમુનિની સાથે સં. ૧૬૮૫), ૪. અનેકશાસ્ત્રસારસમુચ્ચય, ૫. એકાદિદશપર્યન્ત શબ્દ-સાધનિકા, ૬. સારસ્વતવૃત્તિ, ૭. શબ્દાર્ણવવ્યાકરણ (ગ્રંથાગ્ર ૧૭000) ૮. ફલવદ્ધિપાર્શ્વનાથમાહાભ્યમહાકાવ્ય (૨૪ સર્ગાત્મક),
૯. પ્રીતિષત્રિશિકા (સં. ૧૬૮૮). શબ્દચંદ્રિકા :
આ કોશગ્રંથના કર્તાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેની ૧૭ પત્રોની હસ્તલિખિત પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. આ કૃતિ કદાચ અપૂર્ણ છે. તેનો પ્રારંભ આ પ્રમાણે છે :
ध्यायं ध्यायं महावीरं स्मारं स्मारं गुरोर्वचः । शास्त्रं दृष्ट्वा वयं कुर्मः बालबोधाय पद्धतिम् ॥ पत्रलिखनास्याद्वादमतं ज्ञात्वा वरं किल ।
मनोरमां वयं कुर्मः बालबोधाय पद्धतिम् ॥ આ શ્લોકોના આધારે તેનું નામ “બાલબોધપદ્ધતિ' અથવા “મનોરમાકોશ' પણ હોઈ શકે છે. હસ્તલિખિત પ્રતના હાંસિયામાં “શબ્દ-ચંદ્રિકા' ઉલ્લિખિત છે. આથી અહીં આ કોશનું નામ “શબ્દ-ચંદ્રિકા' આપવામાં આવ્યું છે. તેમાં શબ્દોનો ઉલ્લેખ કરીને પર્યાયવાચી નામો એક સાથે ગદ્યમાં આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ કોશ ઉપયોગી છે. આ ગ્રંથ છપાયેલો નથી. સુંદરપ્રકાશ-શબ્દાર્ણવઃ
નાગોરી તપાગચ્છીય શ્રી પદ્મમેરુના શિષ્ય પાસુંદરે પાંચ પ્રકરણોમાં “સુંદરપ્રકાશ શબ્દાર્ણવ નામના કોશ-ગ્રંથની રચના વિ.સં. ૧૬૧૯માં કરી છે. તેની હસ્તલિખિત પ્રત તે સમયની એટલે કે વિ.સં. ૧૬૧૯માં લખાયેલી પ્રાપ્ત થાય છે. આ કોશમાં ર૬૬૮ પદ્યો છે. આની ૮૮ પત્રોની હસ્તલિખિત પ્રત સુજાનગઢમાં શ્રી પનેચંદજી સિંધીના સંગ્રહમાં છે.
૫. પદ્મસુંદર ઉપાધ્યાય ૧૭મી સદીના વિદ્વાન હતા. સમ્રાટ અકબરની સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ હતો. અકબર સમક્ષ એક બ્રાહ્મણ પંડિતને શાસ્ત્રાર્થમાં પરાજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org