________________
વ્યાકરણ
૬૫
જે જૈન વિદ્વાનોએ પ્રાકૃત વ્યાકરણગ્રંથનું નિર્માણ કરીને ભારતીય સાહિત્યની શ્રીવૃદ્ધિમાં પોતાનું અમૂલ્ય યોગ પ્રદાન કર્યું છે તેમના વિશે આપણે અહીં વિચાર કરીશું.
પ્રાકૃત ભાષાની સાથે-સાથે અપભ્રંશ ભાષાનો વિચાર પણ અહીં આવશ્યક જણાય છે. પ્રાકૃતનું અન્ય સ્વરૂપ અને પ્રાચીન દેશી ભાષાઓ સાથે સીધો સંબંધ ધરાવતી ભાષા જ અપભ્રંશ છે. આ ભાષાનું વ્યાકરણ સ્વરૂપ છઠ્ઠી-સાતમી સદીથી નિશ્ચિત થઈ ચૂક્યું હતું. મહાકવિ સ્વયંભૂએ અપભ્રંશ ભાષાના “સ્વયંભૂવ્યાકરણની રચના ૮મી શતાબ્દીમાં કરી હતી જે આજે ઉપલબ્ધ નથી. તે સમયથી જ અપભ્રંશ ભાષામાં સ્વતંત્ર સાહિત્યનું વ્યવસ્થિત નિર્માણ થતાં-થતાં તે વિસ્તૃત અને વિપુલ થવા લાગ્યું અને આ ભાષા સાહિત્યિક ભાષાનું સ્થાન પ્રાપ્ત કરી શકી. આ સાહિત્યને જોતાં, જૂની ગુજરાતી, રાજસ્થાની આદિ દેશી ભાષાઓ સાથે તેનો નિકટનો સંબંધ છે એમ નિઃસંશય કહી શકીએ. ગુજરાત, મારવાડ, માળવા, મેવાડ આદિ પ્રદેશોના લોકો અપભ્રંશ ભાષામાં જ રુચિ ધરાવતા હતા.'
આચાર્ય હેમચંદ્ર પોતાના સમયના પ્રવાહને જોઈને લગભગ ૧૨૦ સૂત્રોમાં અપભ્રંશ-વ્યાકરણ'ની રચના કરી છે, જેને ઉપલબ્ધ વ્યાકરણોમાં વિસ્તૃત અને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે.
૧.
गौडाद्याः प्रकृतस्था: परिचितरुचयः प्राकृते लाटदेश्याः,
सापभ्रंशप्रयोगाः सकलमरुभुवष्टक्क-भादानकाच । आवन्त्याः पारियात्राः सहदशपुरजैर्भूतभाषां भजन्ते, यो मध्ये मध्यदेशं निवसति स कविः सर्वभाषानिषण्णः ।।
રાજશેખર–કાવ્યમીમાંસા, અધ્યાય ૯-૧૦, પૃ. ૪૮-૫૧
पठन्ति लटभं लाटा प्राकृतं संस्कृतद्विषः । अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गूर्जराः ।।
ભોજદેવ—સરસ્વતીકઠાભરણ, ૨-૧૩. सुराष्ट्र-त्रवणाद्याश्च पठन्त्यर्पितसौष्ठवम्। अपभ्रंशवदंशानि ते संस्कृतवचांस्यपि ॥
રાજશેખર—કાવ્યમીમાંસા, પૃ. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org