________________
લાક્ષણિક સાહિત્ય
અનુપલબ્ધ પ્રાકૃત-વ્યાકરણ :
૧. દિગંબર આચાર્ય સમન્તભદ્ર “પ્રાકૃત વ્યાકરણની રચના કરી હતી એવો ઉલ્લેખ મળે છે, પરંતુ તેમનું વ્યાકરણ ઉપલબ્ધ થયું નથી.
૨. ધવલાકાર દિગંબરાચાર્ય વીરસેને અજ્ઞાતકર્તૃક પદ્યાત્મક “પ્રાકૃત વ્યાકરણ'ના સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ વ્યાકરણ પણ પ્રાપ્ત થતું નથી.
૩. શ્વેતાંબરાચાર્ય દેવસુંદરસૂરિએ “પ્રાકૃત-યુક્તિ' નામના પ્રાકૃત-વ્યાકરણની રચના કરી હતી, જેનો ઉલ્લેખ “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૦૭ પર છે. આ વ્યાકરણ પણ જોવા મળતું નથી. પ્રાકૃતલક્ષણ :
ચંડ નામના વિદ્વાને “પ્રાકૃતલક્ષણ' નામથી ત્રણ અને બીજા મતથી ચાર અધ્યાયોમાં પ્રાકૃત વ્યાકરણની રચના કરી છે, જે ઉપલબ્ધ વ્યાકરણોમાં સંક્ષિપ્રતમ અને પ્રાચીન છે. તેમાં બધા મળીને ૯૯ અને બીજા મતે ૧૦૩ સૂત્રોમાં પ્રાકૃત ભાષાનું વિવેચન આપવામાં આવ્યું છે.
અંતમાં ભગવાન વીરને નમસ્કાર કરવાથી અને “અહંન્ત' (૨૪, ૪૬), જિનવર' (૪૮)નો ઉલ્લેખ કરવાથી ચંડ જૈન હોવાનું સિદ્ધ થાય છે. ચંડે પોતાના સમયના વૃદ્ધમતોનું નિરીક્ષણ કરીને પોતાના વ્યાકરણની રચના કરી છે.
પ્રાકૃત શબ્દોનાં ત્રણ રૂપો છે – ૧. તદ્દભવ, ૨. તત્સમ અને ૩. દેશ્ય – એ સૂચિત કરીને લિંગ અને વિભક્તિઓનું વિધાન સંસ્કૃતવત્ બતાવ્યું છે. ચોથા સૂત્રમાં વ્યત્યયનો નિર્દેશ કરીને પ્રથમ પાદના પમા સૂત્રથી ૩૫ સૂત્રો સુધી સંજ્ઞા અને વિભક્તિઓનાં રૂપો બતાવ્યાં છે. “અહમ્ નો હઉં' આદેશ, જે અપભ્રંશનું વિશિષ્ટ રૂપ છે, તે એ સમયે પ્રચલિત હતું, તેમ માની શકાય. દ્વિતીય પાદના ૨૯ સૂત્રોમાં સ્વરપરિવર્તન, શબ્દાદેશ અને અવ્યયોનું વિધાન છે. ત્રીજા પાદના ૩૫ સૂત્રોમાં વ્યંજનોના પરિવર્તન માટેનું વિધાન છે.
આ ત્રણ પાદોમાં સૂત્રસંખ્યા ૯૯ થાય છે, જેમાં વ્યાકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે. કેટલીક પ્રતોમાં ચતુર્થ પાદ મળે છે, જે ચાર સૂત્રોમાં છે. તેમાં અપભ્રશં, પૈશાચી,
9. A. N. Upadhye : A Prakrit Grammar Attributed to Samantabhadra- Indian
Historical Quarterly, Vol. XVII, 1942, pp. 511-516.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org