________________
૬૪
ઉક્તિપ્રત્યય :
મુનિ ધીરસુંદરે ‘ઉક્તિપ્રત્યય' નામના ઔક્તિક વ્યાકરણની રચના કરી છે, જેની હસ્તલિખિત પ્રત સુરતના ભંડારમાં છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો.
ઉક્તિવ્યાકરણ :
લાક્ષણિક સાહિત્ય
‘ઉક્તિવ્યાકરણ’ નામના ગ્રંથની રચના કોઈ અજ્ઞાત વિદ્વાને કરી છે. તેની હસ્તલિખિત પ્રત સુરતના ભંડારમાં છે.
પ્રાકૃત-વ્યાકરણ :
સ્વાભાવિક બોલ-ચાલની ભાષાને ‘પ્રાકૃત’ કહેવાય છે. પ્રદેશોની અપેક્ષાએ પ્રાકૃતમાં અનેક ભેદ છે. પ્રાકૃત વ્યાકરણો દ્વારા અને નાટક તથા સાહિત્યના ગ્રંથો દ્વારા જે-તે ભેદ વિશે જાણી શકાય છે.
ભગવાન મહાવીર અને બુદ્ધે બાળકો, સ્ત્રીઓ, મંદ અને મૂર્ખ લોકોના ઉપકારાર્થે ધર્મજ્ઞાનનો ઉપદેશ પ્રાકૃત ભાષામાં જ આપ્યો હતો. તેમણે આપેલો ઉપદેશ આગમ અને ત્રિપિટક આદિ ધર્મગ્રંથોમાં સંગ્રહીત છે. સંસ્કૃતના નાટ્યસાહિત્યમાં પણ સ્ત્રીઓ અને સામાન્ય પાત્રોનો સંવાદ પ્રાકૃત ભાષામાં જ નિરૂપાયેલો છે. જૈન અને બૌદ્ધ સાહિત્યને સમજવા માટે અને પ્રાન્તીય ભાષાઓના વિકાસને જાણવા માટે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના જ્ઞાનની નિતાંત આવશ્યકતા છે. તે આવશ્યકતા પૂરી કરવા માટે પ્રાચીન આચાર્યોએ સંસ્કૃત ભાષામાં જ પ્રાકૃતભાષાના અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. પ્રાકૃત ભાષામાં કોઈ વ્યાકરણગ્રંથ પ્રાપ્ત થયો નથી.
પ્રાકૃત ભાષાના વૈયાકરણોએ તેમની પહેલાંના વૈયાકરણોની શૈલી અપનાવીને અને પોતાના દ્વારા અનુભવાયેલા પ્રયોગોને ઉમેરીને વ્યાકરણોની રચના કરી છે. તેઓએ પોત-પોતાના પ્રદેશની પ્રાકૃતભાષાને મહત્ત્વ આપીને જે વ્યાકરણગ્રંથોની રચના કરી છે તે આજે ઉપલબ્ધ છે.
१. सकलजगज्जन्तूनां व्याकरणादिभिरनाहितसंस्कार: सहजो वचनव्यापारः प्रकृतिः, तत्र भवं सैव वा प्राकृतम् ।
૨. વાલ-સ્ત્રી-મૂઢ-મૂળમાં તૃળાં ચરિત્રાિમ્ । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org