________________
વ્યાકરણ
પ૭
સારસ્વતરૂપમાલા :
સારસ્વત વ્યાકરણ' પર પદ્મસુંદરગણિએ “સારસ્વતરૂપમાલા”નામની કૃતિ રચી છે. તેમાં ધાતુઓના રૂપો દર્શાવ્યાં છે. આ વિષયમાં ગ્રંથકારે સ્વયં લખ્યું છે:
सारस्वतक्रियारू पमाला श्रीपद्मसुन्दरैः ।
संदृब्धाऽलंकरोत्वेषा सुधिया कण्ठरुन्दली ।। અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં તેની વિ. સં. ૧૭૪૦માં લખાયેલી ૫ પત્રોની પ્રત છે. ક્રિયાચંદ્રિકા :
“સારસ્વત વ્યાકરણ પર ખરતરગચ્છીય ગુણરત્ન વિ.સં. ૧૯૪૧માં ક્રિયાચંદ્રિકા' નામની વૃત્તિની રચના કરી છે, જેની પ્રત બીકાનેરના ભવનભક્તિ ભંડારમાં છે. રૂપરત્નમાલા :
સારસ્વતવ્યાકરણ” પર તપાગચ્છીય ભાનુમેરુના શિષ્ય મુનિ નયસુંદરે વિ. સં. ૧૭૭૬માં “રૂપરત્નમાલા' નામની પ્રયોગોની સાધનિકારૂપ રચના ૧૪૦૦૦ શ્લોકપ્રમાણની કરી છે. તેની એક પ્રત બીકાનેરના કૃપાચંદ્રસૂરિના જ્ઞાનભંડારમાં છે. બીજી પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. તેના અંતમાં ૪૦ શ્લોકોની પ્રશસ્તિ છે. તેમાં તેમણે આ પ્રમાણે નિર્દેશ કર્યો છે :
ग्रथिता नयसुन्दर इति नाम्ना वाचकवरेण च तस्याम् । सारस्वतस्थितानां सूत्राणां वार्तिकं त्वलिखत् ॥३७॥ श्रीसिद्धहेम-पाणिनिसम्मतिमाधाय सार्थकाः लिखिताः। ये साधवः प्रयोगास्ते शिशुहितहेतवे सन्तु ॥३८॥ गृहवका-हयविन्दु (१७७६ )प्रमितेऽब्दे शुक्लतिथिराकायाम् ।
सद् परत्नमाला समर्थिता शुद्धपुष्यार्के ॥३९॥ ધાતુપાઠ-ધાતુતરંગિણી :
સારસ્વત વ્યાકરણ સંબંધી ધાતુપાઠ'ની રચના નાગોરી તપાગચ્છીય આચાર્ય હર્ષકીર્તિસૂરિએ કરી છે અને તેના પર “ધાતુતરંગિણી' નામથી સ્વોપજ્ઞ વૃત્તિની રચના પણ તેમણે કરી છે. ગ્રંથકારે લખ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org