SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ લાક્ષણિક સાહિત્ય યશોનંદિની: “સારસ્વતવ્યાકરણ” પર દિગંબર મુનિ ધર્મભૂષણના શિષ્ય યશોગંદી નામના મુનિએ પોતાના નામ પરથી જ “યશોનંદિની' નામની ટીકાની રચના કરી છે. રચનાસમયે જ્ઞાત નથી. કર્તાએ પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે: राजद्राजविराजमानचरणश्रीधर्मसद्भूषण- । स्तत्पट्टोदयभूधरधुमणिना श्रीमद्यशोनन्दिना ॥ વિદ્ગશ્ચિત્તામણિઃ સારસ્વત વ્યાકરણ પર અંચલગચ્છીય કલ્યાણસાગરના શિષ્ય મુનિ વિનયસાગરસૂરિએ “વિદ્ધચ્ચિન્તામણિ નામક પદ્ય ટીકા ગ્રંથની રચના કરી છે. કર્તાએ પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છેઃ श्रीविधिपक्षगच्छेशाः सूरिकल्याणसागराः । तेषां शिष्यैर्वराचार्यैः सूरिविनयसागरैः ॥२४॥ सारस्वतस्य सूत्राणां पद्यबन्धैर्विनिर्मितः । विद्वच्चिन्तामणिग्रन्थः कण्ठपाठस्य हेतवे ॥२५॥ અમદાવાદના લાલભાઈ દલપતભાઈભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં તેની વિ. સં. ૧૮૩૭માં લખાયેલી પ પત્રોની પ્રત છે. દીપિકા (સારસ્વત વ્યાકરણ-ટીકા) : સારસ્વતવ્યાકરણ પર વિનયસુંદરના શિષ્ય મેઘરને વિ.સં. ૧૫૩૬માં દીપિકા' નામની વૃત્તિની રચના કરી છે, તેને ક્યાંક “મેઘી વૃત્તિ પણ કહેવામાં આવી છે. તેઓએ પોતાનું નામ આ પ્રમાણે જણાવ્યું છે : नत्वा पार्वं गुरुमपि तथा मेघरत्नाभिधोऽहम् । टीकां कुर्वे विमलमनसं भारतीप्रक्रियां ताम् ॥ આ ગ્રંથની વિ. સં. ૧૮૮૬માં લખાયેલી ૧૬૨ પત્રોની પ્રતિ (સં. ૧૯૭૮) અને ૧૭મી સદીમાં લખાયેલી ૬૮ પત્રોની પ્રત (સં. ૧૯૭૯) અમદાવાદ સ્થિત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૧. આની વિ. સં. ૧૬૯૫માં લિખિત ૩૦ પત્રોની પ્રતિ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ભંડારમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy