SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ અજિતશાન્તિ-ઉપસર્ગહરસ્તોત્ર, ભયહરસ્તોત્ર આદિ સપ્તસ્મરણટીકા (સં. ૫૫ ૧૩૬૫). અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકાના સ્યાદ્વાદમંજરી નામના ટીકાગ્રંથની રચનામાં આચાર્ય જિનપ્રભસૂરિએ સહાય કરી હતી. સં. ૧૪૦૫માં ‘પ્રબંધકોશ'ના કર્તા રાજશેખરસૂરિની ‘ન્યાયકન્જલી'માં અને રુદ્રપલ્લીય સંઘતિલકસૂરીની સં. ૧૪૨૨માં રચાયેલી ‘સમ્યકત્વસમતિ-વૃત્તિ’માં પણ સહાય કરી હતી. દિલ્હીના સાહિ મહમ્મદ આચાર્ય જિનપ્રભસૂરિને ગુરુ માનતા હતા, ૨. કાતન્ત્રવિભ્રમ-ટીકા : બીજી ‘કાતન્ત્રવિભ્રમ-ટીકા' ચારિત્રસિંહ નામના મુનિએ વિ. સં. ૧૬૩૫માં રચી છે. તેની પ્રત જેસલમેર-ભંડા૨માં છે. કર્તાના વિષયમાં કશું જાણવા નથી મળ્યું. કાતત્ત્વવ્યાકરણ ૫૨ આ સિવાય ત્રિલોચનદાસકૃત ‘વૃત્તિવિવરણપંજિકા', ગાલ્હણકૃત ‘ચતુવૃત્તિ’, મોક્ષેશ્વરકૃત ‘આખ્યાતવૃત્તિ' આદિ ટીકાઓ પણ મળે છે. ‘કાલાપકવિશેષવ્યાખ્યાન’ પણ મળે છે. એક ‘કૌમારસમુચ્ચય’ નામની ૩૧૦૦ શ્લોકપ્રમાણ પદ્યાત્મક ટીકા પણ મળે છે. સારસ્વત-વ્યાકરણ : ‘સારસ્વત-વ્યાકરણ’ના રચિયતાનું નામ છે અનુભૂતિસ્વરૂપાચાર્ય. તે ક્યારે થઈ ગયા એ નિશ્ચિત નથી. અનુમાન છે કે લગભગ ૧૫મી શતાબ્દીમાં થઈ ગયા. જૈનેતર હોવા છતાં પણ જૈનોમાં આ વ્યાકરણનું પઠન-પાઠન વિશેષરૂપે થતું રહ્યું છે, જે તેની લોકપ્રિયતાનું પ્રમાણ છે. તેમાં કુલ ૭૦૦ સૂત્ર છે. રચના સરળ અને સહજગમ્ય છે. તેના પર ઘણા જૈન વિદ્વાનોએ ટીકા-ગ્રંથોની રચના કરી છે. અહીં ૨૩ જૈન વિદ્વાનોની ટીકાઓનો પરિચય આપવામાં આવી રહ્યો છે. સારસ્વતમંડન : શ્રીમાલજ્ઞાતીય મંત્રી મંડને ભિન્ન ભિન્ન વિષયો પર મંડનાન્તસંજ્ઞક ઘણા ગ્રંથોની રચના કરી છે. તેમાં ‘સારસ્વતમંડન’ નામની ‘સારસ્વત-વ્યાકરણ' પર એક ટીકાની રચના ૧૫મી શતાબ્દીમાં કરી છે.૧ ૧. આ ગ્રંથની પ્રતિઓ બીકાનેર, બાલોતરા અને પાટણના ભંડારોમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy