________________
૫૪
લાક્ષણિક સાહિત્ય
મૂળ કારિકાના કર્તા કોણ હતા, તે જાણી નથી શકાયું. કારિકાઓમાં વ્યાકરણના વિષયમાં ભ્રમ ઉત્પન્ન કરે એવા ઘણા પ્રયોગો નિબદ્ધ કરવામાં આવ્યા છે. ટીકાકાર આચાર્ય જિનપ્રભસૂરિએ કાતંત્ર'ના સૂત્રો દ્વારા પ્રયોગો સિદ્ધ કરીને ભ્રમનું નિરસન કરવાનો પ્રયત્ન કર્યો છે.
આચાર્ય જિનપ્રભસૂરિ લઘુખરતરગચ્છના પ્રવર્તક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા. તેઓ અસાધારણ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેઓએ અનેક ગ્રંથોની રચના કરી છે. તેમની પ્રતિજ્ઞા હતી કે પ્રતિદિન એક સ્તોત્રની રચના કરીને જ નિરવદ્ય આહાર ગ્રહણ કરીશ. તેમના યમક, શ્લેષ, ચિત્ર, છંદવિશેષ આદિ નવીનવી રચનાશૈલી વડે રચાયેલા અનેક સ્તોત્રો પ્રાપ્ત થાય છે. તેમણે આ પ્રમાણે ૭૦૦ સ્તોત્ર તપાગચ્છીય આચાર્ય સોમાલિકસૂરિને ભેટમાં આપ્યા હતા. તેમના દ્વારા રચાયેલા ગ્રંથો અને કેટલાક સ્તોત્રોનાં નામ આ પ્રમાણે છે : ગૌતમસ્તોત્ર
નેમિનાથજન્માભિષેક ચતુર્વિશતિજિનસ્તુતિ, મુનિસુવ્રત જન્માભિષેક ચતુર્વિશતિજિનસ્તવ, પપંચાશદિકુમારિકાભિષેક જિનરાજસ્તવ,
નેમિનાથરાસ, યક્ષરનેમિસ્તવ, પ્રાયશ્ચિત્તવિધાન, પંચપરમેષ્ઠિસ્તવ, યુગાદિજિનચરિત્રકુલક, પાર્શ્વસ્તવ,
સ્થૂલભદ્રસાગ, વીરસવ,
અનેક-પ્રબન્ધ-અનુયોગ-ચતુષ્કોપેતગાથા શારદાસ્તોત્ર,
વિવિધતીર્થકલ્પ સર્વજ્ઞભક્તિસ્તવ, (સં. ૧૩૨૭ થી ૧૩૮૯ સુધી) સિદ્ધાન્તસ્તવ,
આવશ્યકસૂત્રાવચૂરિ (ષડાવશ્યકટીકા) જ્ઞાનપ્રકાશ,
સૂરિમ–પ્રદેશવિવરણ ધર્માધર્મવિચાર, યાશ્રયમહાકાવ્ય (શ્રેણિકચરિત) પરમસુખદ્ધાત્રિશિકા (સં. ૧૩પ૬), પ્રાકૃત-સંસ્કૃત-અપભ્રંશ કુલક વિધિપ્રપા (સામાચારી) ચતુર્વિધભાવનામુલક (સં. ૧૩૬૩), ચૈત્યપરિપાટી, સંદેહવિષૌષધિ (કલ્પસૂત્રવૃત્તિ) તપોટમતકુટ્ટન, (સં. ૧૩૬૪) નર્મદાસુન્દરીસંધિ, સાધુપ્રતિક્રમણસૂત્ર-વૃત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org