________________
વ્યાકરણ
પ૩
કાતન્નદીપક-વૃત્તિઃ
કાત–વ્યાકરણ પર મુનીશ્વરસૂરિના શિષ્ય હર્ષચંદ્ર “કાતન્નદીપક' નામક એક વૃત્તિની રચના કરી છે. મંગલાચરણ જૈન છે, કર્તા હર્ષચંદ્ર છે કે બીજા કોઈ તે નિશ્ચિત રૂપે જાણી શકાયું નથી. તેની હસ્તલિખિત પ્રતિ બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં છે. કિાતન્તભૂષણ :
“કાતવ્યાકરણ'ના આધાર પર આચાર્ય ધર્મઘોષસૂરિએ ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ “કાતન્ત્રાભૂષણ' નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી છે, તેવો બ્રહટ્ટિપ્પણિકા'માં ઉલ્લેખ છે. વૃત્તિત્રયનિબંધ :
કાતીવ્યાકરણ'ના આધારે આચાર્ય રાજશેખરસૂરિએ “વૃત્તિત્રયનિબંધ નામના ગ્રંથની રચના કરી છે, તેવો ઉલ્લેખ “બૃહટ્ટિપ્પણિકામાં છે. કાત–વૃત્તિ-પંજિકા :
“કાતવ્યાકરણ'ની “કાતનાવૃત્તિ પર આચાર્ય જિનેશ્વરસૂરિના શિષ્ય સોમકીર્તિએ પંજિકાની રચના કરી છે. તેની પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. કાતન્નરૂપમાલા :
“કાતાવ્યાકરણ'ના આધાર પર દિગંબર ભાવસેન સૈવિધે “કાતન્નરૂપમાલાની રચના કરી છે.' કાતન્નરૂપમાલા-લઘુવૃત્તિ:
“કાતનાવ્યાકરણના આધાર પર રચાયેલી “કાતના-રૂપમાલા” પર લઘુવત્તિ'ની રચના કોઈ દિગંબર મુનિએ કરી છે. તેનો ઉલ્લેખ “દિગંબર જૈન ગ્રંથ કર્તા ઔર ઉનકે ગ્રંથ' પૃ. ૩૦ પર છે.
પૃથ્વીચંદ્રસૂરિ નામના કોઈ જૈનાચાર્યે પણ આની ઉપર ટીકાનું નિર્માણ કર્યું છે. તે બાબત અધિક જાણકારી મળતી નથી. ૧. કાત×વિભ્રમ-ટીકા :
હેમવિભ્રમમાં છપાયેલી મૂળ ૨૧ કારિકાઓ પર આચાર્ય જિનપ્રભસૂરિએ યોગિનીપુર (દિલ્હી)માં કાયસ્થ ખેતલની વિનંતીથી આ ટીકાની રચના વિ. સં. ૧૩૫રમાં કરી છે.
૧. આ ગ્રંથ જૈન સિદ્ધાંતભવન, આરાથી પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org