SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ લાક્ષણિક સાહિત્ય धातुपाठस्य टीकेयं नाम्ना धातुतरङ्गिणी । पक्षालयतु विज्ञानामज्ञानमलमान्तरम् ॥ તેમાં “સારસ્વત વ્યાકરણ” અનુસાર ધાતુપાઠના ૧૮૯૧ ધાતુઓનાં રૂપો આપવામાં આવ્યા છે. આ ગ્રંથની વિ.સં. ૧૬૬૬માં લખાયેલી ૭૬ પત્રોની પ્રત સં. ૬૦0૮ અને વિ.સં. ૧૭૯પમાં લખાયેલી પ૭ પત્રોની પ્રત સં. ૬૦૦૯ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. વૃત્તિ: “સારસ્વતવ્યાકરણ પર ખરતરગચ્છીય મુનિ સહજકીર્તિએ લક્ષ્મીકીર્તિ મુનિની સહાયતાથી વિ.સં. ૧૬૮૧માં એક વૃત્તિની રચના કરી છે. તેની એક પ્રત બીકાનેરના શ્રીપૂજ્યજીના ભંડારમાં અને બીજી પ્રત ત્યાંના જ ચતુર્ભુજ ભંડારમાં છે. સુબોધિકાઃ “સા. વ્યા.” પર નાગપુરીય તપાગચ્છના આચાર્ય ચંદ્રકીર્તિસૂરિએ “સુબોધિકા” નામની વૃત્તિ વિ.સં. ૧૬૨૩માં બનાવી છે. વિદ્યાર્થીઓમાં આ વૃત્તિનું પઠન-પાઠન વધારે છે. વૃત્તિકારે કહ્યું છે : स्वल्पस्य सिद्धस्य सुबोधकस्य सारस्वतव्याकरणस्य टीकाम् । सुबोधिकाख्यां रचयाञ्चकार सूरीश्वरः श्रीप्रभुचन्द्रकीर्ति ॥१०॥ गुण-पक्ष-कलासंख्ये वर्षे विक्रमभूपतेः । टीका सारस्वतस्यैषा सुगमार्था विनिर्मिता ॥११॥ આ ગ્રંથ ઘણી જગ્યાએથી પ્રકાશિત થયો છે. પ્રક્રિયાવૃત્તિ : “સા. વ્યા.” પર ખરતરગચ્છીય મુનિ વિશાલકીર્તિએ “પ્રક્રિયાવૃત્તિ નામની વૃત્તિની રચના ૧૭મી શતાબ્દીમાં કરી છે, જેની પ્રતિ બીકાનેરના શ્રી અગરચંદજી નાહટાના સંગ્રહમાં છે. વૃત્તિ: સા. વ્યા.' પર ક્ષેમેન્દ્ર જે ટીકા રચી છે તેના પર તપાગચ્છીય ઉપાધ્યાય ભાનુચંદ્ર ૧૭મી સદીમાં એક વૃત્તિ-વિવરણની રચના કરી છે, જેની હસ્તલિખિત પ્રતો પાટણ અને છાણીના જ્ઞાનભંડારોમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy