SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ હેમશબ્દસંચય : ઃ સિદ્ધહેમશબ્દાનુશાસન પર અમરચંદ્રની ‘હેમશબ્દસંચય’ નામની ૪૨૬ શ્લોકપ્રમાણ કૃતિનો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૪૬૩માં છે. હેમશબ્દસંચય : સિદ્ધહેમશબ્દાનુશાસન પર ૧૫૦૦ શ્લોક-પ્રમાણ ૪૩૬ પત્રોની એક કૃતિનો ઉલ્લેખ ‘જૈન ગ્રંથાવલી’ પૃ. ૩૦૩ પર છે. હૈમકારકસમુચ્ચય : સિદ્ધહેમશબ્દાનુશાસનના કારક પ્રકરણ ૫૨ પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે શ્રીપ્રભસૂરિએ ‘હૈમકારકસમુચ્ચય' નામની કૃતિની રચના કરી છે. તેના ત્રણ અધિકાર છે. જૈન ગ્રંથાવલી, પૃ. ૩૦૨માં તેનો ઉલ્લેખ છે. સિદ્ધસારસ્વત-વ્યાકરણ : લાક્ષણિક સાહિત્ય ચંદ્રગચ્છીય દેવપ્રભના શિષ્ય આચાર્ય દેવાનંદસૂરિએ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણમાંથી ઉદ્ધૃત કરીને ‘સિદ્ધસારસ્વત’ નામના નવીન વ્યાકરણની રચના કરી. પ્રભાવકચરિતાન્તર્ગત ‘મહેન્દ્રસૂરિચરિત’માં તેનો આ પ્રમાણે ઉલ્લેખ છે ઃ श्रीदेवानन्दसूरिर्दिशतु मुदमसौ लक्षणाद् येन हैमादुद्धृत्य प्राज्ञहेतोर्विहितमभिनवं 'सिद्धसारस्वताख्यम्' । शाब्दं शास्त्रं यदीयान्वयिकनकगिरिस्थानकल्पद्रुमश्च श्रीमान् प्रद्युम्नसूरिर्विशदयति गिरं नः पदार्थप्रदाता ॥३२८॥ મુનિદેવસૂરિ દ્વારા (વિ. સં. ૧૩૨૨માં) રચિત ‘શાંતિનાથચરિત્ર'માં પણ આ વ્યાકરણનો ઉલ્લેખ આ પ્રમાણે આવે છે : श्रीदेवानन्दसूरिभ्यो नमस्तेभ्यः प्रकाशितम् । सिद्धसारस्वताख्यं यैर्निजं शब्दानुशासनम् ॥१६॥ આ ઉલ્લેખો પરથી અનુમાન થાય છે કે આ વ્યાકરણ વિ.સં. ૧૨૭૫ની આસપાસ રચાયેલું હોવું જોઈએ. આ દૃષ્ટિએ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ૫૨ આ સર્વપ્રથમ વ્યાકરણ માની શકાય. ઉપસર્ગમણ્ડન : ધાતુ અથવા ધાતુમાંથી બનાવેલા ‘નામ’ આદિની પહેલાં જોડાતો અને અર્થમાં પ્રાયઃ વિશેષતા લાવનાર અવ્યય ‘ઉપસર્ગ’ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy