________________
વ્યાકરણ
૪૫
માંડવગઢ નિવાસી મંત્રી મંડને “ઉપસર્ગમડન' નામના ગ્રંથની વિ.સં. ૧૪૯૨માં રચના કરી છે. તે આલમ શાહ અપરનામ હુશંગ ગોરીના મંત્રી હતા. મંત્રી હોવા છતાં તેઓ વિદ્વાન અને કવિ હતા. તેમના વંશ વગેરે વિષય પર મહેશ્વરકૃત “કાવ્યમનોહર' ગ્રંથ સારો પ્રકાશ પાડે છે. તેમના લગભગ બધા ગ્રંથો “મંડન' શબ્દથી અલંકૃત છે.
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. અલંકારમંડન, ૨. કાદમ્બરીમંડન, ૩, કાવ્યમંડન, ૪. ચંપૂમંડન, ૫. શૃંગારમંડન, ૬. સંગીતમંડન અને ૭. સારસ્વતમંડન. આ સિવાય તેમણે ૮. ચન્દ્રવિજય અને ૯, કવિકલ્પદ્રુમસ્કંધ-આ બે કૃતિઓની પણ રચના કરી છે.' ધાતુમંજરી :
તપાગચ્છીય ઉપાધ્યાય ભાનચંદ્રસૂરિના શિષ્ય સિદ્ધિચંદ્રગણિએ વિ.સં. ૧૬૫૦માં ધાતુમંજરી' નામના ગ્રંથની રચના કરી છે. આ પાણિનીય ધાતુપાઇસંબંધી રચના છે.
સિદ્ધિચંદ્ર નિમ્નલિખિત ગ્રંથોની પણ રચના કરી હતી : ૧, (હૈમ) અનેકાર્થનામમાલા, ૨. કાદમ્બરી-ટીકા (પોતાના ગુરુ ભાનુચંદ્રગણિની સાથે), ૩. સમસ્મરણસ્તોત્રટીકા, ૪. વાસવદત્તા–ટીકા, ૫. શોભનસ્તુતિ-ટીકા આદિ. મિશ્રલિંગકોશ, મિશ્રલિંગનિર્ણય, લિંગાનુશાસનઃ * “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૦૭માં “મિશ્રલિંગનિર્ણય' નામની એક કૃતિ અને તેના કર્તા કલ્યાણસૂરિનો ઉલ્લેખ છે. ‘મિશ્રલિંગકોશ’ અને ‘મિશ્રલિંગનિર્ણય એક જ કૃતિ જણાય છે. તેના કર્તાનું નામ કલ્યાણસાગર છે. તેઓ અંચલગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય હતા. તેઓએ પોતાના શિષ્ય વિનીતસાગર માટે આ કોશની રચના કરી છે. તેમાં એકથી વધારે લિંગ એટલે કે જાતિના નામોની સૂચિ તેઓએ આપી છે. ઉણાદિપ્રત્યય :
દિગમ્બરાચાર્ય વસુનંદિએ ‘ઉણાદિપ્રત્યય' નામની એક કૃતિની રચના કરી છે. તેના પર તેમણે સ્વોપજ્ઞ ટીકા પણ લખી છે. તેનો ઉલ્લેખ “જિનરત્નકોશ' પૃ. ૪૧ પર છે.
૧. આમાંથી સં. ૨, ૬, ૭, ૯ સિવાય બધી કૃતિઓ અને “કાવ્યમનોહર પાટણની
હેમચંદ્રાચાર્ય સભા દ્વારા પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org