________________
૫૭
નિયુક્તિઓ અને નિર્યુક્તિકાર અર્થનો નિર્ણય કરવો અને તે અર્થનો સૂત્રના શબ્દો સાથે સંબંધ સ્થાપિત કરવો – એ જ નિર્યુક્તિનું પ્રયોજન છે.'
નિર્યુક્તિઓની રચનાનો પ્રારંભ કરતાં આચાર્ય ભદ્રબાહુએ સર્વપ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનનું વિવેચન કર્યું છે. પછીના ટીકાકારોએ જ્ઞાનને મંગલરૂપ માનીને એ સિદ્ધ કર્યું છે કે આ ગાથાઓથી મંગળનું પ્રયોજન પણ સિદ્ધ થાય છે : આગળ આચાર્યે તે બતાવ્યું છે કે આ પાંચ જ્ઞાનોમાંથી પ્રસ્તુત અધિકાર શ્રુતજ્ઞાનનો જ છે, કેમકે આ જ જ્ઞાન એવું છે જે પ્રદીપવત્ સ્વ-પર-પ્રકાશક છે. આ જ કારણ છે કે શ્રુતજ્ઞાનના આધારે જ મતિ વગેરે અન્ય જ્ઞાનોનું તથા સ્વયં શ્રુતનું પણ નિરૂપણ થઈ શકે છે. તે પછી નિયુક્તિકારે સામાન્યરૂપે બધા તીર્થકરોને નમસ્કાર કર્યા છે. પછી વર્તમાન તીર્થના પ્રણેતા – પ્રવર્તક ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે. તદુપરાન્ત મહાવીરના મુખ્ય શિષ્યો એકાદશ ગણધરોને નમસ્કાર કરીને ગુરુપરંપરારૂપ આચાર્યવંશ અને અધ્યાપકપરંપરારૂપ ઉપાધ્યાયવંશને નમસ્કાર કર્યા છે. તે પછી આચાર્યે એ પ્રતિજ્ઞા કરી છે કે આ બધાએ શ્રુતનો જે અર્થ બતાવ્યો છે તેની હું નિર્યુક્તિ અર્થાત્ શ્રુતની સાથે અર્થની યોજના કરું છું. તે માટે નિખ્ખાંકિત શ્રતગ્રંથો લઉં છું : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪, આચારાંગ, ૫. સૂત્રકૃતાંગ, ૬. દશાશ્રુતસ્કન્ધ, ૭. કલ્પ (બૃહત્કલ્પ), ૮. વ્યવહાર, ૯. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૧૦. ઋષિભાષિત.
આચાર્ય ભદ્રબાહુની આ દસ નિયુક્તિઓનો રચનાક્રમ પણ જે ક્રમથી નિર્યુક્તિરચનાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે તે જ હોવો જોઈએ. આ કથનની પુષ્ટિ માટે કેટલાંક પ્રમાણ નીચે આપવામાં આવ્યા છે :
૧. ઉત્તરાધ્યયન-નિર્યુક્તિમાં વિનયનું વ્યાખ્યાન કરતી વખતે લખ્યું છે કે આના વિષયમાં પહેલાં કહેવામાં આવી ચૂક્યું છે. આ કથન દશવૈકાલિકના “વિનયસમાધિ નામના અધ્યયનની નિયુક્તિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયન-નિર્યુક્તિની પહેલાં દશવૈકાલિક-નિર્યુક્તિની રચના થઈ હતી.
૨. “કામા પુ_દિઢા' (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ, ગા. ૨૦૮)માં એમ સૂચિત કરવામાં આવ્યું છે કે કામના વિષયમાં પહેલાં વિવેચન થઈ ચૂક્યું છે. આ વિવેચન દશવૈકાલિકનિર્યુક્તિની ગા. ૧૬૧-૧૬૨માં છે. આનાથી પણ એ જ વાત સિદ્ધ થાય છે.
૧. આવશ્યક નિર્યુક્તિ, ગા. ૮૮. ૨. ૩. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૧૫-૬ ' ૪:
એજન, ગા. ૭૯-૮૬ ઉત્તરાધ્યયનનિર્યુક્તિ, ગા. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org