________________
પ્રથમ પ્રકરણ નિર્યુક્તિઓ અને નિર્યુક્તિકાર મૂલ ગ્રંથોના અર્થના સ્પષ્ટીકરણ માટે તેની પર વ્યાખ્યાત્મક સાહિત્ય લખવાની પરંપરા પ્રાચીન ભારતીય સાહિત્યકારોમાં વિશેષ રૂપે વિદ્યમાન રહી છે. તેઓ મૂળ ગ્રંથના પ્રત્યેક શબ્દની વિવેચના તથા આલોચના કરતા તથા તેના પર એક નાની કે મોટી ટીકા લખતા. વિશેષપણે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા તરફ અધિક ધ્યાન આપતા. જે રીતે વૈદિક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે યાસ્ક મહર્ષિએ નિઘટુભાષ્યરૂપે નિરૂક્ત લખ્યું, તે જ રીતે જૈન આગમોના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે આચાર્ય ભદ્રબાહુએ પ્રાકૃત પદ્યમાં નિર્યુક્તિઓની રચના કરી. નિર્યુક્તિની વ્યાખ્યા-પદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે. અનુયોગદ્વારસૂત્રમાં શ્રત, સ્કન્ધ વગેરે પદોનું નિર્યુક્તિ-પદ્ધતિથી અર્થાત્ નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. યાસ્ક મહર્ષિના નિરક્તમાં જે રીતે સર્વપ્રથમ નિરુક્ત-ઉપોદ્યાત છે તે જ રીતે નિર્યુક્તિઓમાં પણ પ્રારંભમાં ઉપોદ્દાત મળે છે. દસ નિયુક્તિઓ :
આચાર્ય ભદ્રબાહુએ નિમ્નાંકિત ગ્રંથોની નિયુક્તિઓ લખી છે : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, ૫. સૂત્રકૃતાંગ, ૬. દશાશ્રુતસ્કન્ધ, ૭. બૃહત્કલ્પ, ૮, વ્યવહાર, ૯, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૧૦. ઋષિભાષિત.
આમાંથી અંતિમ બે નિર્યુક્તિઓ ઉપલબ્ધ નથી. બાકીની આઠ ઉપલબ્ધ છે. આ નિર્યુક્તિઓમાં આચાર્યે જૈન ન્યાય-સમ્મત નિક્ષેપ-પદ્ધતિનો આધાર લીધો છે. નિક્ષેપ-પદ્ધતિમાં કોઈ એક શબ્દના બધા સંભવિત અર્થોનો નિર્દેશ કરીને પ્રસ્તુત અર્થનું ગ્રહણ કરવામાં આવે છે. આચાર્ય ભદ્રબાહુએ પોતાની નિર્યુક્તિઓમાં પ્રસ્તુત અર્થના નિશ્ચયની સાથે સાથે જ તત્સમ્બદ્ધ અન્ય વાતોનો પણ નિર્દેશ કર્યો છે. નિર્યુક્તિ' શબ્દની વ્યાખ્યા કરતાં તેઓ સ્વયં કહે છે : એક શબ્દના અનેક અર્થ થાય છે પરંતુ કયો અર્થ કયા પ્રસંગ માટે ઉપયુક્ત થાય છે, ભગવાનના ઉપદેશ સમયે કયો અર્થ કયા શબ્દ સાથે સમ્બદ્ધ હતો, વગેરે વાતો ધ્યાનમાં રાખતાં ઠીક-ઠીક
૧. જુઓ – અનુયોગદ્વાર, પૃ. ૧૮ અને આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org