________________
પ્રાસ્તાવિક
૫૫ વ્યવહારભાષ્યના પ્રથમ ઉદેશમાં સત્તર પ્રકારના ધાન્ય-ભંડારોનું વર્ણન છે. નિશીથવિશેષચૂર્ણિના પ્રથમ ઉદેશમાં દંડ, વિદંડ, લાઠી, વિલઠ્ઠી વગેરેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. આ જ ચૂર્ણિના સપ્તમ ઉદેશમાં કુંડલ, ગુણ, મણિ, તુડિય, તિસરિય, બાલંભા, પલંબા, હાર, અર્ધાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પટ્ટ, મુકુટ વગેરે વિવિધ પ્રકારનાં આભરણોનું સ્વરૂપ-વર્ણન છે. અષ્ટમ ઉદેશમાં ઉદ્યાનગૃહ, નિર્માણગૃહ, અટ્ટ, અટ્ટાલક, શૂન્યગૃહ, ભિન્નગૃહ, તૃણગૃહ, ગોગૃહ વગેરે અનેક પ્રકારનાં ગૃહો તથા શાળાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. નવમાં ઉદેશમાં કોઠાગાર, ભાંડાગાર, પાનાગાર, ક્ષીરગૃહ, ગંજશાલા, મહાનસશાલા વગેરેના સ્વરૂપનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org