SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક વિપાકવૃત્તિ ઃ : પ્રસ્તુત વૃત્તિ પણ શબ્દાર્થ-પ્રધાન છે. તેમાં અનેક પારિભાષિક શબ્દોનો સંક્ષિપ્ત તથા સંતુલિત અર્થ કરવામાં આવ્યો છે. ઉદાહરણ રૂપે રાષ્ટ્રકૂટ-રકફૂડ-ઉડનો અર્થ આ મુજબ છે : દુડે ત્તિ રાષ્ટ્રકૂટો મઽનોપનીવી રાખનિયોશિન્ત:। વૃત્તિનું ગ્રન્થમાન ૯૦૦ શ્લોકપ્રમાણ છે. ઔપપાતિકવૃત્તિ : આ વૃત્તિ પણ શબ્દાર્થ-પ્રધાન છે. આમાં વૃત્તિકારે સૂત્રોમાં અનેક પાઠભેદવાચનાભેદ હોવાનો સ્વીકાર કર્યો છે. પ્રસ્તુત વૃત્તિમાં અનેક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, સામાજિક, પ્રશાસનસમ્બન્ધી અને શાસ્ત્રીય શબ્દોની પરિભાષાઓ આપવામાં આવી છે. અહીં-તહીં પાઠાન્તરો અને મતાન્તરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વૃત્તિનું સંશોધન દ્રોણાચાર્યે પાટણમાં કર્યું હતું. વૃત્તિનું ગ્રન્થમાન ૩૧૨૫ શ્લોકપ્રમાણ છે. ૪૩ મલયગિરિસૂરિષ્કૃત ટીકાઓ : મલયગિરિસૂરિ એક પ્રતિભાસમ્પન્ન ટીકાકાર છે. તેમણે જૈન આગમો પર અત્યંત મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. આ ટીકાઓ વિષય-વૈશઘ અને નિરૂપણ કૌશલ બંને દૃષ્ટિએ સફળ છે. મલયગિરિસૂરિ આચાર્ય હેમચન્દ્ર (કલિકાલસર્વજ્ઞ)ના સમકાલીન હતા તથા તેમની જ સાથે વિદ્યાસાધના પણ કરી હતી. આચાર્ય હેમચન્દ્રની જેમ મલયિંગિ પણ આચાર્ય-પદના ધારક હતા તથા આચાર્ય હેમચન્દ્રને અતિ સમ્માનપૂર્ણ દૃષ્ટિથી જોતા હતા. આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હોવાને કારણે મલયગિરિસૂરિનો સમય વિ.સં. ૧૧૫૦-૧૨૫૦ની આસપાસ માનવો જોઈએ. મલયગિરિવિરચિત નિમ્નોક્ત આમિક ટીકાઓ આજે ઉપલબ્ધ છે : ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-દ્વિતીયશતકવૃત્તિ, ૨. રાજપ્રશ્નીયટીકા, ૩. જીવાભિગમટીકા, ૪. પ્રજ્ઞાપનાટીકા, ૫. ચન્દ્રપ્રજ્ઞસિટીકા, ૬. સૂર્યપ્રજ્ઞપ્તિટીકા, ૭. નન્દીટીકા, ૮. વ્યવહારવૃત્તિ, ૯. બૃહત્કલ્પપીઠિકાવૃત્તિ, ૧૦. આવશ્યકવૃત્તિ, ૧૧. પિણ્ડનિર્યુક્તિટીકા, ૧૨. જ્યોતિષ્કરણ્ડકટીકા. નિમ્નલિખિત આગમિક ટીકાઓ અનુપલબ્ધ છે ઃ ૧. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિટીકા, ૨. ઓનિર્યુક્તિટીકા, ૩. વિશેષાવશ્યકટીકા. આ સિવાય મલયગિરિની અન્ય ગ્રંથો પર સાત ટીકાઓ બીજી ઉપલબ્ધ છે તથા ત્રણ ટીકાઓ અનુપલબ્ધ છે. તેમનું એક સ્વરચિત શબ્દાનુશાસન પણ ઉપલબ્ધ છે. આ રીતે આચાર્ય મલયગિરિએ કુલ છવ્વીસ ગ્રન્થોનું નિર્માણ કર્યું હતું જેમાં પચ્ચીસ ટીકાઓ છે. આ ગ્રન્થરાશિ લગભગ બે લાખ શ્લોકપ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy