________________
૪૪
આગમિક વ્યાખ્યાઓ
આ દૃષ્ટિએ મલયગિરિસૂરિ આગમિક ટીકાકારોમાં સહુથી આગળ છે. તેમની પાંડિત્યપૂર્ણ ટીકાઓની વિદ્વત્સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા છે.
નન્દીવૃત્તિ ઃ
આ વૃત્તિ નન્દીના મૂલ સૂત્રો ૫૨ છે. આમાં દાર્શનિક વાદ-વિવાદની પ્રચુરતા છે. અહીં-તહીં ઉદાહરણરૂપ સંસ્કૃત કથાનક પણ આપવામાં આવ્યાં છે. પ્રાકૃત તથા સંસ્કૃત ઉદ્ધરણ પણ ઉપલબ્ધ છે. વૃત્તિના અંતે આચાર્યે ચૂર્ણિકાર તથા આદ્ય ટીકાકાર હરિભદ્રને નમસ્કાર કર્યા છે. વૃત્તિનું ગ્રન્થમાન ૭૭૩૨ શ્લોકપ્રમાણ છે. પ્રજ્ઞાપનાવૃત્તિ :
આ વૃત્તિ પ્રાપનાસૂત્રના મૂળ પદો પર છે. વિવેચન આવશ્યકતાનુસાર ક્યાંક સંક્ષિપ્ત છે તો ક્યાંક વિસ્તૃત. અંતે વૃત્તિકારે પોતાના પૂર્વવર્તી ટીકાકાર આચાર્ય હરિભદ્રને તેમ કહેતાં નમસ્કાર કર્યા છે કે ટીકાકાર હિરભદ્રની જય થાઓ જેમણે પ્રજ્ઞાપનાસૂત્રના વિષમ પદોનું વ્યાખ્યાન કર્યું છે અને જેમના વિવરણથી હું પણ એક નાનો એવો ટીકાકાર બની શક્યો છું. પ્રસ્તુત વૃત્તિનું ગ્રન્થમાન ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ છે. સૂર્યપ્રજ્ઞપ્તિવિવરણ :
પ્રસ્તુત ટીકાના પ્રારંભમાં આચાર્યે એ ઉલ્લેખ કર્યો છે કે ભદ્રબાહુસૂરિષ્કૃત નિર્યુક્તિનો નાશ થઈ જવાને કારણે હું માત્ર મૂળ સૂત્રનું જ વ્યાખ્યાન કરીશ. આ ટીકામાં લોકશ્રી તથા તેની ટીકા, સ્વકૃત શબ્દાનુશાસન, જીવાભિગમ-ચૂર્ણિ, હરિભદ્રસૂરિષ્કૃત તત્ત્વાર્થ-ટીકા વગેરેનો સોદ્ધરણ ઉલ્લેખ છે. આનું ગ્રન્થમાન ૯૫૦૦ શ્લોક-પ્રમાણ છે. જ્યોતિષ્મરણ્ડકવૃત્તિ :
આ ટીકા જ્યોતિષ્કરણ્ડ પ્રકીર્ણકના મૂળપાઠ પર છે. આમાં આચાર્ય મલયગિરિએ પાદલિપ્તસૂરિષ્કૃત પ્રાકૃત વૃત્તિનો ઉલ્લેખ કરતાં તેનું એક વાક્ય પણ ઉદ્ધૃત કર્યું છે. આ વાક્ય આ સમયે ઉપલબ્ધ જ્યોતિષ્કરણ્ડકની પ્રાકૃત વૃત્તિમાં નથી મળતું. સંભવતઃ આ સૂત્ર પર એક બીજી પ્રાકૃત વૃત્તિ લખવામાં આવી જેનો મલયગિરિએ પ્રસ્તુત વૃત્તિમાં મૂલટીકાના નામથી ઉલ્લેખ કર્યો છે. તેઓ પણ સંભવ છે કે ઉપલબ્ધ પ્રાકૃત વૃત્તિ જ મૂલટીકા હોય કેમકે મલયગિરિત વૃત્તિમાં ઉદ્ધૃત મૂલટીકાનું એક વાક્ય હાલના સમયે ઉપલબ્ધ પ્રાકૃતવૃત્તિમાં મળે છે. તેઓ પણ સંભવ છે કે પાદલિપ્તસૂરિકૃત વૃત્તિ જ મૂલટીકા હોય જે હાલમાં ઉપલબ્ધ છે, પરંતુ તેના કેટલાક વાક્યોનો કાળક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org