________________
૪૨
આગમિક વ્યાખ્યાઓ પ્રાચીન ટીકા અને ચૂર્ણિ તથા જીવાભિગમ વગેરેની વૃત્તિઓની સહાયતાથી પ્રસ્તુત વિવરણનો પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાચીન ટીકા આચાર્ય શીલાંકકૃત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-વૃત્તિ હોવાનો સંભવ છે જે આ સમયે અનુપલબ્ધ છે. પ્રસ્તુત વૃત્તિના અંતમાં અભયદેવસૂરિએ પોતાની ગુર-પરંપરાનો સંક્ષિપ્ત પરિચય આપતાં જણાવ્યું છે કે ૧૮૬૧૬ શ્લોકપ્રમાણ પ્રસ્તુત ટીકા પાટણ (અણહિલપાટન)માં વિ.સં. ૧૧૨૮માં સમાપ્ત થઈ. જ્ઞાતાધર્મકથાવિવરણ:
પ્રસ્તુત ટીકા સૂત્રસ્પર્શી અને શબ્દાર્થપ્રધાન છે. પ્રત્યેક અધ્યયનની વ્યાખ્યાના અંતે તેમાંથી ફલિત થનાર વિશેષ અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે તથા તેની પુષ્ટિ માટે તદર્થગર્ભિત ગાથાઓ પણ આપવામાં આવી છે. વિવરણના અંતમાં આચાર્યે પોતાનો પરિચય આપ્યો છે તથા પ્રસ્તુત ટીકાના સંશોધકના રૂપમાં નિવૃતકકુલીન દ્રોણાચાર્યનો નામોલ્લેખ કર્યો છે. વિવરણનું ગ્રન્થમાન ૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. ગ્રન્થ-સમાપ્તિની તિથિ વિ.સં. ૧૧૨૦ની વિજયાદશમી અને લેખનસમાપ્તિનું સ્થાન પાટણ છે. ઉપાસકદશાંગવૃત્તિઃ
આ વૃત્તિ પણ સૂત્રસ્પર્શી અને શબ્દાર્થપ્રધાન છે. ક્યાંક-ક્યાંક વ્યાખ્યાન્તરનો પણ નિર્દેશ છે. અનેક જગ્યાએ જ્ઞાતાધર્મકથાની વ્યાખ્યા દ્વારા અર્થ સમજી લેવાની સૂચના આપવામાં આવી છે. વૃત્તિનું ગ્રન્થમાન ૮૧૨ શ્લોકપ્રમાણ છે. વૃત્તિલેખનનાં સ્થાન, સમય વગેરેનો કોઈ ઉલ્લેખ નથી. અન્નકૂદશાવૃત્તિઃ
પ્રસ્તુત વૃત્તિ પણ સૂત્રસ્પર્શી અને શબ્દાર્થપ્રધાન છે. આમાં પણ અવ્યાખ્યાત પદોનો અર્થ સમજવા માટે અનેક જગ્યાએ જ્ઞાતાધર્મકથાની વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૃત્તિનું ગ્રન્થમાન ૮૯૯ શ્લોક-પ્રમાણ છે. અનુત્તરૌપપાતિકદશાવૃત્તિ:
આ વૃત્તિ પણ સૂત્રસ્પર્શી તથા શબ્દાર્થગ્રાહી છે. વૃત્તિનું પ્રસ્થમાન ૧૯૨ શ્લોકપ્રમાણ છે. પ્રશ્નવ્યાકરણવૃત્તિઃ
આ વૃત્તિ પણ સૂત્રસ્પર્શી અને શબ્દાર્થ-પ્રધાન છે. તેનું ગ્રન્થમાન ૪૬૦૦ શ્લોક-પ્રમાણ છે. તેને સંશોધિત કરવાનું શ્રેય પણ દ્રોણાચાર્યને જ છે. વૃત્તિકારે પ્રશ્નવ્યાકરણસૂત્રને અતિ મુશ્કેલ ગ્રન્થ બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org