________________
પંચદશ પ્રકરણ લોકભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ આગમોની સંસ્કૃત ટીકાઓની બહુલતા હોવા છતાં પણ આચાર્યોએ જનહિતની દષ્ટિએ એ આવશ્યક માન્યું કે લોકભાષાઓમાં પણ સરળ તથા સુબોધ આગમિક વ્યાખ્યાઓ રચવામાં આવે. આ વ્યાખ્યાઓનું પ્રયોજન કોઈ વિષયની ગહનતામાં ન ઉતરતાં સાધારણ પાઠકોને માત્ર મૂળ સૂત્રોના અર્થનો બોધ કરાવવાનું હતું. આ માટે તે આવશ્યક હતું કે આ પ્રકારની વ્યાખ્યાઓ સાહિત્યિક ભાષા અર્થાત સંસ્કૃતમાં ન લખતાં લોકભાષાઓમાં લખવામાં આવે. પરિણામે તત્કાલીન અપભ્રંશ અર્થાત પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધોની રચના થઈ. આ પ્રકારની શબ્દાર્થાત્મક ટીકાઓથી રાજસ્થાની અને ગુજરાતી આગમપ્રેમીઓને વિશેષ લાભ થયો. આવા બાલાવબોધોની રચના કરનારામાં વિક્રમની અઢારમી શતાબ્દીમાં થનાર લોકાગચ્છીય (સ્થાનકવાસી) ટબાકાર મુનિ ધર્મસિંહનું નામ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. તેમણે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિને છોડી સ્થાનકવાસી સમ્મત બાકીના ર૭ આગમોના ટબા (બાલાવબોધ) રચ્યા છે.' ક્યાંક-ક્યાંક સૂત્રોનો પ્રાચીન ટીકાઓને અભિપ્રેત અર્થ છોડીને સ્વસંપ્રદાયસમ્મત અર્થ કર્યો છે જે સ્વાભાવિક છે. સાધુરત્નસૂરિના શિષ્ય પાર્ધચન્દ્રગણિ (વિ.સં.૧૫૭૨) રચિત આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરેના બાલાવબોધો પણ ઉલ્લેખનીય છે. તે પણ ગુજરાતીમાં છે. ટબાકાર મુનિ ધર્મસિંહ :
પ્રસિદ્ધ ટબાકાર મુનિ ધર્મસિંહ કાઠિયાવાડ સ્થિત જામનગરના રહેવાસી દશાશ્રીમાળી વૈશ્ય જિનદાસના પુત્ર હતા. ધર્મસિંહનો જન્મ માતા શિવાના ગર્ભથી થયો હતો. જે વખતે ધર્મસિંહની ઉંમર ૧૫ વર્ષની હતી તે સમયે ત્યાંના લોકાગચ્છીય ઉપાશ્રયમાં લોકાગચ્છાધિપતિ આચાર્ય રત્નસિંહના શિષ્ય દેવજી મુનિનું પદાર્પણ થયું. તેમનાં વ્યાખ્યાન સાંભળનારમાં ધર્મસિંહ પણ હતો. તેના પર તેમના ઉપદેશનો સારો પ્રભાવ પડ્યો અને તેને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેટલાક સમય સુધી તો તેના ૧. ઐતિહાસિક નોંધ (વા. મો. શાહ), પૃ. ૧૨૩ (હિન્દી સંસ્કરણ), ૨. ઐતિહાસિક નોંધના આધારે, પૃ. ૧૦૫-૧૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org