________________
અન્ય ટીકાઓ.
૪૩૭ માતા-પિતાએ તેને દીક્ષા અંગીકાર કરવાની અનુમતિ ન આપી પરંતુ છેવટે તેમણે અનુમતિ આપવી જ પડવી. એટલું જ નહિ પરંતુ પુત્રની સાથે પિતાએ પણ દીક્ષા ગ્રહણ કરી. તેમની આ દીક્ષા યતિવર્ગ (શિથિલાચારી ત્યાગી)ની દીક્ષા હતી, નહિ કે મુનિવર્ગ (શુદ્ધ આચારવાળા સાધુ)ની. યતિ ધર્મસિંહને ધીરે-ધીરે શાસ્ત્રોનો સારો અભ્યાસ થઈ ગયો. તેમના વિષયમાં પ્રસિદ્ધ છે કે તેઓ બંને હાથથી જ નહિ, બંને પગથી પણ કલમ પકડીને લખી શકતા હતા. જેમ-જેમ ધર્મસિહનું શાસ્ત્રજ્ઞાન વધતું ગયું તેમ-તેમ તેમને પ્રતીત થવા લાગ્યું કે પોતાનો આચાર શાસ્ત્રોને અનુકૂળ નથી, પોતે તે વેશ ત્યજીને શુદ્ધ મુનિવ્રતનું પાલન કરવું જોઈએ. તેમણે પોતાનો તે વિચાર પોતાના ગુરુ શિવજીની સામે રાખતાં ખૂબ નમ્રતાથી કહ્યું –
કૃપાળુ ગુરુદેવ ! ભગવાન મહાવીરે ભગવતી સૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ના વીસમા શતકમાં સ્પષ્ટરૂપે ફરમાવ્યું છે કે ૨૧૦૦૦ વર્ષ સુધી આ મુનિમાર્ગ ચાલતો રહેશે. એવું હોવા છતાં પણ લોકો પંચમ કાળ (વર્તમાન કાળ)નું બહાનું કરી મુનિમાર્ગને અનુકૂળ આચારનું પાલન કરવામાં શિથિલતા બતાવી રહ્યા છે. તે કોઈ પણ દષ્ટિએ ઉચિત નથી. મનુષ્યભવ અમૂલ્ય ચિંતામણિ છે. આપણે કાયરોનો માર્ગ છોડીને શૂરાઓનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. આપ જેવા સમર્થ અને વિદ્વાન પુરુષ પણ જો પામર પ્રાણીઓની જેમ સાહસહીન થઈ જાય તો અન્ય લોકોનું તો કહેવું જ શું ? આપ સર્વ પ્રકારની આળસનો ત્યાગ કરી સિંહની જેમ પોતાના અતુલ પરાક્રમનો પરિચય આપો. આપ સ્વયં સાચા મુનિમાર્ગ પર ચાલો અને બીજાઓને પણ ચલાવો. એવું કરવાથી જ જિન-શાસ્ત્રની શોભા તથા સ્વાત્માનું કલ્યાણ છે. સિંહ કાયર નથી હોતો, સૂર્યમાં અંધકાર નથી રહેતો, દાતા કૃપણ નથી હોતો. જે રીતે અગ્નિમાં ક્યારેય શીતળતા નથી હોતી તે જ રીતે જ્ઞાનીમાં ક્યારેય રાગ નથી હોતો. આપ મુનિમાર્ગ પર ચાલવા માટે તૈયાર થઈ જાવ. હું પણ આપની પાછળપાછળ તે જ માર્ગ પર ચાલવા માટે તૈયાર છું. સંસારને છોડ્યા પછી વળી મોહ કેવો ?”
ધર્મસિંહનું આ કથન સાંભળી શિવજી વિચારવા લાગ્યા કે ધર્મસિંહનું કહેવું અક્ષરશઃ સાચું છે પરંતુ હું તેવું આચરણ કરવામાં અસમર્થ રહ્યો છું. બીજી તરફ તેમ ન કરવાથી એવો વિદ્વાન અને વિનયી શિષ્ય ગચ્છ છોડીને ચાલ્યો જશે અને આનાથી ગચ્છને અસહ્ય હાનિ થશે. આ બંને દષ્ટિઓનું સંતુલન કરી શિવજી કહેવા લાગ્યા કે હું આ સમયે મારા પદનો ત્યાગ કરવા અસમર્થ છું. તું પૈર્ય રાખ અને નિરંતર જ્ઞાનાર્જન કરતો રહે. થોડા સમય પછી ગચ્છની સમુચિત વ્યવસ્થા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org