SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ આગમિક વ્યાખ્યાઓ ગચ્છાચારનું જ્ઞાન છે. પ્રારંભમાં આચાર્યે તીર્થંકર પાર્શ્વનાથને નમસ્કાર કરી ગચ્છાચારની વ્યાખ્યા લખવાનો સંકલ્પ કર્યો છે : श्रीपार्श्वजिनमानम्य, तीर्थाधीशं वरप्रदम् । गच्छाचारे गुरोर्ज्ञातां, वक्ष्ये व्याख्यां यथाऽऽगमम् ॥ અંતે ટીકાકારે પોતાનો, પોતાના ધર્મગુરુ, વિદ્યાગુરુ વગેરેનો નામોલ્લેખ આ મુજબ કર્યો છે :૧ इति श्रीविजयदानसूरिविजयमानराज्ये..... श्री आनन्दविमलसूरीश्वराणां शिष्याणुशिष्येण . वानराख्येन पण्डित श्रीहर्षकुलावाप्तगच्छाचाररहस्येन गच्छाचारप्रकीर्णकटीकेयं समर्थिता...। ઉત્તરાધ્યયનવ્યાખ્યા : પ્રસ્તુત વ્યાખ્યા તપાગચ્છીય મુનિવિમલસૂરિના શિષ્ય ભાવવિજયગણિએ વિ.સં.૧૬૮૯માં રચી છે. આનું ગ્રંથમાન ૧૯૫૫ શ્લોકપ્રમાણ છે. વ્યાખ્યા કથાનકોથી ભરપૂર છે. આ કથાનકોની વિશેષતા એ છે કે તે અન્ય ટીકાઓનાં કથાનકોની જેમ ગદ્યાત્મક ન હોતાં પદ્યનિબદ્ધ છે. પ્રારંભમાં વ્યાખ્યાકારે પાર્શ્વનાથ, વર્ધમાન અને વાગ્વાદિનીને પ્રણામ કર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રની સુગમ વ્યાખ્યા રચવાનો સંકલ્પ કરતાં બતાવ્યું છે કે નિર્યુક્ત્યર્થ, પાઠાંતર, અર્થાતર વગેરે માટે શાંતિસૂરિવિરચિત વૃત્તિ જોવી જોઈએ. જોકે આ સૂત્રની પૂર્વરચિત અનેક વૃત્તિઓ વિદ્યમાન છે છતાં પણ હું પદ્યનિબદ્ધ કથાર્થ રૂપે આ પ્રયાસ કરું છું : अनम सिद्धिसाम्राज्यसौख्यसन्तानदायिने । त्रैलोक्यपूजिताय श्रीपार्श्वनाथाय तायिने ॥ १॥ श्रीवर्द्धमानजिनराजमनन्तकीर्ति, वाग्वादिनीं च सुधियां जननीं प्रणम्य । श्रीउत्तराध्ययनसंज्ञकवाड्मयस्य, व्याख्यां लिखामि सुगमां सकथां च काञ्चित् ॥ २ ॥ निर्युक्त्यर्थः पाठान्तराणि चार्थान्तराणि च प्रायः । श्री शान्तिसूरिविरचितवृत्तेर्ज्ञेयानि तत्त्वज्ञैः ॥ ३॥ ૧. પૃ. ૪૨. ૨. (અ) જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૪. (આ)વિનયભક્તિ સુન્દરચરણ ગ્રંથમાલા, બેણપ, સન્ ૧૯૪૦ (સમદશ અધ્યયન). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy