________________
અન્ય ટીકાઓ
૪ ૨૫ જેમાં વૃત્તિકારની ગુરુ-પરંપરા વગેરેનો ઉલ્લેખ છે. વૃત્તિકારે પોતાને આનન્દવિમલસૂરિના શિષ્ય બતાવ્યા છે :
शिष्यो भूरिगुणानां, युगोत्तमानन्दविमलसूरीगणाम् ।
निर्मितवान् वृत्तिमिमामुपकारकृते विजयविमलः ॥ ७४ ॥ વૃત્તિનો રચનાકાળ બતાવતાં કહેવામાં આવ્યું છે :
तेषां श्रीसुगुरूणां, प्रसादमासाद्य संश्रुतानन्दः ।
वेदाग्निरसेन्दु (१६३४) मिते, विक्रमभूपालतो वर्षे ॥ ७३ ॥ વૃત્તિનું ગ્રંથમાન નિમ્નોક્ત છે :
प्रत्यक्षरं गणनया, वृत्तेर्मानं विनिश्चितम् ।
सहस्त्राः पञ्च सार्द्धानि, शतान्यष्टावनुष्टुभाम् ॥ ७७ ॥ તંદુલવૈચારિકવૃત્તિ
વિજયવિમલવિહિત તંદુલચારિકવૃત્તિના આરંભે ઋષભ, મહાવીર, ગૌતમ, સિદ્ધાંત અને સ્વગુરુને પ્રણામ કરવામાં આવ્યાં છે :
ऋषभं वृषसंयुक्तं, वीरं वैरनिवारकम् ।। गौतमं गुणसंयुक्तं, सिद्धान्तं सिद्धिदायकम् ॥१॥ प्रणम्य स्वगुरुं भक्त्या, वक्ष्ये व्याख्यां गुरोः शुभाम् । तंदुलाख्यप्रकीर्णस्य, वैराग्यरसवारिधेः ॥ २ ॥ આ વૃત્તિને સંક્ષિપ્ત તથા શબ્દાર્થપ્રધાન હોવાને કારણે અવચૂરિ પણ કહેવામાં આવે છે. આમાં ક્યાંક-ક્યાંક અન્ય ગ્રંથોનાં ઉદ્ધરણો પણ આપવામાં આવ્યાં છે. વૃત્તિકાર આનંદવિમલસૂરિના શિષ્ય છે. ગુણસૌભાગ્યગણિ પાસેથી પ્રાપ્ત તંદુલવૈચારિકના જ્ઞાનના આધારે જ પ્રસ્તુત વૃત્તિ રચવામાં આવી છે :
इति श्रीहीरविजयसूरिसेवितचरणेन्दीवरे श्रीविजयदानसूरीश्वरे विजयमाने वैराग्यशिरोमणीनां....श्रीआनंदविमलसूरिश्वराणां शिष्याणुशिष्येण विजयविमलाख्येन पण्डितश्रीगुणसौभाग्यगणिप्राप्ततंदुलवैचारिकज्ञानांशेन श्रीतंदुलवैचारिकस्येयमवचूरिः समर्थिता । ગચ્છાચારટીકાઃ
આ ટીકા ના પ્રણેતા વાનરર્ષિ તપાગચ્છીય આનન્દવિમલસૂરિના શિષ્ય છે. ટીકા ખૂબ સંક્ષિપ્ત છે. આની રચનાનો મુખ્ય આધાર હર્ષકુલ પાસેથી પ્રાપ્ત થયેલ ૧. ચતુર શરણની અવચૂરિ (લેખકનું નામ અજ્ઞાત) સહિત – દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર,
મુંબઈ, સન્ ૧૯૨૨. ૨. પૃ. પદ . ૩. આગમોદય સમિતિ, મહેસાણા, સન્ ૧૯૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org