SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ અન્ય ટીકાઓ पूर्वैर्विहिता यद्यपि, बढ्यः सन्त्यस्य वृत्तयो रुचिराः । पद्यनिबद्धकथार्थं, यदपि क्रियते प्रयत्नोऽयम् ॥ ४ ॥ દશવૈકાલિદીપિકા : પ્રસ્તુત દીપિકાન ખરતરગચ્છીય સકલચન્દ્રસૂરિના શિષ્ય સમયસુન્દરસૂરિની શબ્દાર્થ-વૃત્તિરૂપ કૃતિ છે. દીપિકાની ભાષા સરળ તથા શૈલી સુબોધ છે. પ્રારંભમાં દીપિકાકારે સ્તષ્ણનાધીશ (પાર્શ્વનાથ)ને નમસ્કાર કર્યા છે તથા દશવૈકાલિક સૂત્રનો શબ્દાર્થ લખવાનો સંકલ્પ કર્યો છે : - स्तम्भनाधीशमानम्य गणिः समयसुन्दरः । दशवैकालिके सूत्रे शब्दार्थं लिखति स्फुटम् ॥ દીપિકાના અંતે આચાર્યે હરિભદ્રકૃત ટીકાને વિષમ બતાવતાં પોતાની ટીકાને સુગમ બતાવી છે. આ ટીકા વિ.સં.૧૯૧૧માં સ્તંભતીર્થ (ખંભાત)માં પૂર્ણ થઈ હતી. આનું ગ્રન્થમાન ૩૪૫૦ શ્લોકપ્રમાણે છે : हरिभद्रकृता टीका वर्तते विषमा परम् । मया तु शीघ्रबोधाय शिष्यार्थं सुगमा कृता ॥१॥ चन्द्रकुले श्रीखरतरगच्छे जिनचन्द्रसूरिनामानः । નાતા યુવાપ્રથાનાસ્તષ્યિઃ સવનવા િ: | ૨ | तच्छिष्यसमयसुन्दरगणिना च स्तम्भतीर्थपुरे चक्रे । दशवैकालिकटीका शशिनिधिश्रृङ्गारमित वर्षे ॥ ३ ॥ शब्दार्थवृत्तिटीकायाः श्लोकमानमिदं स्मृतम् । सहस्त्रत्रयमग्रे च पुनः सार्धचतुःशतम् ॥ ७ ॥ પ્રશ્નવ્યાકરણ-સુખબોધિકાવૃત્તિઃ પ્રસ્તુત વૃત્તિ તપાગચ્છીય જ્ઞાનવિમલસૂરિની કૃતિ છે. આ વિસ્તારમાં અભયદેવસૂરિકૃત વૃત્તિથી મોટી છે. જે પદોનું વ્યાખ્યાન અભયદેવસૂરિએ સરળ સમજીને છોડી દીધું હતું તેમનું પણ પ્રસ્તુત વૃત્તિમાં વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વૃત્તિકારે પોતાના મંતવ્યની પુષ્ટિ માટે અહીં-તહીં અનેક પ્રકારનાં ઉદ્ધરણો પણ આપ્યાં છે. મૂલ ગ્રંથને દરેક પ્રકારે સરળ તથા સુબોધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત વૃત્તિને સુખબોધિકા કહેવી ઉચિત જ છે. પ્રારંભમાં વૃત્તિકારે ૧. (અ) ભીમસી માણેક, મુંબઈ, સન્ ૧૯00. (આ) હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૧૫. () જિનયશ સૂરિ ગ્રંથમાલા, ખંભાત, વિ.સં. ૧૯૭૫. ૨. મુક્તિવિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy