________________
૪૧૮
આગમિક વ્યાખ્યાઓ અર્થાત્ શ્રી શાલિનશીલ)ભદ્રસૂરિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ પોતાના તથા બીજાઓ માટે વીસમા ઉદેશની આ વ્યાખ્યા બનાવી. આ જ રીતે વ્યાખ્યાની સમાપ્તિનો સમય-નિર્દેશ કરતાં આચાર્ય કહે છે :
वेदावरुदयुक्ते, विक्रमसंवत्सरे तु मृगशीर्षे ।
माघसितद्वादश्यां, समर्थितेयं रवौ वारे ॥ २ ॥ નિરયાવલિકાવૃત્તિ:
આ વૃત્તિ અંતિમ પાંચ ઉપાંગભૂત નિરયાવલિકા સૂત્ર પર છેઃ નિરયાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલા અને વૃષ્ણિદશા. આ વૃત્તિ સિવાય આ સૂત્રની બીજી કોઈ ટીકા નથી. વૃત્તિ સંક્ષિપ્ત તથા શબ્દાર્થપ્રધાન છે. પ્રારંભમાં આચાર્ય પાર્શ્વનાથને પ્રણામ કર્યા છે :
पार्श्वनाथं नमस्कृत्य प्रायोऽन्यग्रन्थवीक्षिता ।
निरयावलिश्रुतस्कन्धे व्याख्या काचित् प्रकाश्यते ॥ વૃત્તિના અંતે વૃત્તિકારનાં નામ, ગુરુ, વૃત્તિલેખનના સમય, સ્થાન વગેરેનો કોઈ ઉલ્લેખ નથી. મુદ્રિત પ્રતના અંતે માત્ર તિ શ્રીવન્દ્રવૃરિવિતિ નિરયાવત્રિકૃતન્ધવિવરમાં સમાવિતિ | શ્રીરતુ !' એટલો જ ઉલ્લેખ છે. ૨ વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોકપ્રમાણ છે. જીતકલ્પબૃહસ્થૂર્ણિ-વિષમપદવ્યાખ્યા :
આ વ્યાખ્યા સિદ્ધસેનગણિત જીવકલ્પબૃહસ્થૂર્ણિના વિષમપદોનાં વિવેચન રૂપે છે. પ્રારંભમાં વ્યાખ્યાકાર શ્રીચન્દ્રસૂરિએ ભગવાન મહાવીરને નમસ્કાર કરીને સ્વપરોપકાર નિમિત્ત જીતકલ્પબૃહસ્થૂર્ણિની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે :
नत्वा श्रीमन्महावीरं स्वपरोपकृतिहेतवे ।
जीतकल्पबृहच्चूर्णेाख्या काचित् प्रकाश्यते ॥ સત્ય..' વગેરે પ્રારંભની એકાદશ ચૂર્ણિ-ગાથાઓ (મંગલગાથાઓ)ની વ્યાખ્યા ર્યા પછી આચાર્યે “ો વિ સીસો...' વગેરે પાઠોના કઠિન પદોનું
૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, સન્ ૧૮૮૫.
(આ) આગમોદય સમિતિ, સૂરત, સન્ ૧૯૨૨.
(ઇ) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, સન્ ૧૯૩૪. ૨. અમદાવાદ-સંસ્કરણ, પૃ. ૩૯. ૩. જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, સન્ ૧૯૨૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org