________________
દ્વાદશ પ્રકરણ નેમિચન્દ્રવિહિત ઉત્તરાધ્યયન-વૃત્તિ નેમિચન્દ્રસૂરિનું બીજું નામ દેવેન્દ્રમણિ છે. પ્રારંભમાં તેઓ દેવેન્દ્રમણિ નામથી જ પ્રસિદ્ધ હતા પરંતુ પછીથી નેમિચન્દ્રસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. તેમણે વિ.સં.૧૧૨૯માં ઉત્તરાધ્યયન પર સુખબોધા નામક એક ટીકા રચી. આ ટીકામાં અનેક પ્રાકૃત આખ્યાનો ઉદ્ધત કરવામાં આવ્યાં છે. આ દષ્ટિએ નેમિચન્દ્રસૂરિ હરિભદ્રસુરિ અને વાદિવેતાલ શાન્તિસરીની શૈલીની અધિક નજીક છે, નહિ કે શીલાંકસૂરિની કે જેમણે આ પ્રકારનાં આખ્યાન સંસ્કૃતમાં પ્રસ્તુત કર્યા છે.
ઉત્તરાધ્યયન-સુખબોધી વૃત્તિ શાન્તાચાર્યવિહિત શિષ્યહિતા નામક બૃહદ્રવૃત્તિના આધારે રચવામાં આવી છે. તે સરળ તથા સુબોધ હોવાને કારણે તેનું નામ સુખબોધા રાખવામાં આવ્યું છે. પ્રારંભમાં વૃત્તિકારે તીર્થકરો, સિદ્ધો, સાધુઓ તથા શ્રુતદેવતાને નમસ્કાર કર્યા છે તથા વૃદ્ધકૃત (શાત્યાચાર્યકૃત) બહ્મર્થ તથા ગંભીર વિવરણમાંથી સમુદ્ધત કરીને આત્મસ્મૃત્યર્થ તથા જડમતિ અને સંક્ષેપરુચિ ધરાવનારના હિતાર્થે પાઠાંતરો અને અર્થાતરો વિના ઉત્તરાધ્યયનની સુખબોધા-વૃત્તિ રચવાની પ્રતિજ્ઞા કરી છે :
प्रणम्य विघ्नसंघातघातिनस्तीर्थनायकान् । सिद्धांश्च सर्वसाधूंश्च, स्तुत्वा च श्रुतदेवताम् ॥१॥ आत्मस्मृतये वक्ष्ये, जडमतिसंक्षेपरुचिहितार्थं च । एकैकार्थनिबद्धां, वृति सूत्रस्य सुखबोधाम् ॥२॥ बह्वर्थाद् वृद्धकृताद्, गंभीराद् विवरणात् समुद्धृत्य । अध्ययनानामुत्तरपूर्वाणामेकपाठगताम् ॥३॥ अर्थान्तराणि पाठान्तराणि सूत्रे च वृद्धटीकातः ।
बोद्धव्यानि यतोऽयं, प्रारम्भो गमनिकामात्रम् ॥ ४ ॥ વૃત્તિના અંતે પ્રશસ્તિ છે જેમાં વૃત્તિકાર નેમિચન્દ્રાચાર્યના ગચ્છ, ગુરુ, ગુરુભ્રાતા, વૃત્તિરચનાનું સ્થાન, સમય વગેરેનો ઉલ્લેખ છે. આમાં જ શાજ્યાચાર્યના ગચ્છ વગેરેનો પણ ઉલ્લેખ છે જેની વૃત્તિના આધારે પ્રસ્તુત વૃત્તિની રચના કરવામાં આવી છે. નેમિચન્દ્રાચાર્ય બૃહગચ્છીય ઉદ્યોંતનાચાર્યના શિષ્ય ઉપાધ્યાય આપ્રદેવના શિષ્ય છે. તેમના ગુરુભ્રાતાનું નામ મુનિચન્દ્રસૂરિ છે, જેમની પ્રેરણાથી આ વૃત્તિ બની છે. ૧. પુષ્પચન્દ્ર ખેમચન્દ્ર, વળાદ, સન્ ૧૯૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org