SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ આગમિક વ્યાખ્યાઓ श्रीमत्सुधर्मगणभृत्प्रमुखं नतोऽस्मि, મૂરિયનનાં સ્વગુરૂજી મવત્યા છે. ૨ . आवश्यकप्रतिनिबद्धगभीरभाष्य पीयूषजन्मजलधिर्गुणरत्नराशिः ख्यातः क्षमाश्रमणतागुणतः क्षितौ यः, सोऽयं गणिविजयते जिनभद्रनामा ॥ ३ ॥ ચર્ચા: પ્રવિપરિતદ્ધવોથા:, . पारं व्रजन्ति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मयि समीहितसिद्धयेऽस्तु, સર્વજ્ઞાસિનોરતા શ્રતહેવાસી જ . વિશેષાવશ્યકભાષ્ય શું છે તથા તેની પ્રસ્તુત વૃત્તિની શું આવશ્યકતા છે તેનું સમાધાન કરતાં ટીકાકારે બતાવ્યું છે કે સામાયિકાદિ ષડધ્યયનાત્મક શ્રુતસ્કન્વરૂપ આવશ્યકની અર્થતઃ તીર્થકરોએ તથા સૂત્રતઃ ગણધરોએ રચના કરી. તેની ગંભીર્થતા તથા નિત્યોપયોગિતાને ધ્યાનમાં રાખતાં ચતુર્દશ પૂર્વધર શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ આ સૂત્રની વ્યાખ્યાનરૂપ નિયુક્તિ બનાવી. આ નિર્યુક્તિમાં પણ સામાયિકાધ્યયન-નિર્યુક્તિને વિશેષ મહત્ત્વપૂર્ણ સમજતાં શ્રીમદ્ર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત સ્વોપજ્ઞ વૃત્તિ તથા કોટ્યાચાર્યવિહિત વિવરણ - આ બે ટીકાઓ વિદ્યમાન છે પરંતુ તે અતિ ગંભીર વાક્યાત્મક તથા કંઈક સંક્ષિપ્ત હોવાને કારણે મંદમતિ શિષ્યો માટે મુશ્કેલ જણાય છે. આ જ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રસ્તુત વૃત્તિ શરૂ કરવામાં આવી રહી છે. વૃત્તિના અંતે પ્રશસ્તિ-સૂચક અગીયાર શ્લોક છે જેમાં વૃત્તિકારનું નામ હેમચન્દ્રસૂરિ તથા તેમના ગુરુનું નામ અભયદેવસૂરિ બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે રાજા જયસિંહના રાજ્યમાં સં. ૧૧૭૫ની કાર્તિક શુક્લા પંચમીના દિવસે આ વૃત્તિ સમાપ્ત થઈ ૨. -સોડમયેવસૂરિમવત્ તેગઃ પ્રસિદ્ધ મુવિ ૧ / तच्छिष्यलवप्रायैरगीतार्थैरपि शिष्टजनतुष्टयै । . श्रीहेमचन्द्रसूरिभिरियमनुरचिता प्रकृतवृत्तिः ॥ १० ॥ शरदां च पंचसप्तत्यधिकैकादशशतेष्वतीतेषु । कार्तिकसितपञ्चम्यां श्रीमज्जयसिंहनपराज्ये ॥ ११ ॥ વૃત્તિનું ગ્રંથમાન ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ છે. ૧, પૃ. ૧-૨. ૨. પૃ. ૧૩પ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy