SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ મલધારી હેમચંદ્રકૃત ટીકાઓ भट्टारक श्रीहेमचन्द्राचार्येण पुस्तिका लि० श्री० । જયાં સુધી મલધારી હેમચન્દ્રની ગ્રંથરચનાનો પ્રશ્ન છે, અમે મુનિસુવ્રતચરિતની પ્રશસ્તિના આધારે ઉપદેશમાલા વગે૨ે નવ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિના અંતે આચાર્યે સ્વયં ગ્રન્થરચનાનો ક્રમ આપ્યો છે અને ગ્રન્થસંખ્યા દસ આપી છે. મુનિસુવ્રતચરિતમાં ઉલ્લિખિત નવ ગ્રંથોમાં એક ગ્રંથ વધારે જોડવામાં આવ્યો છે અને તે છે નન્જિટિપ્પણ. આ ગ્રંથની કોઈ પણ પ્રતનો ક્યાંય ઉલ્લેખ નથી મળતો. એવું હોવા છતાં પણ જો વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં ઉલ્લિખિત ગ્રંથસંખ્યા તથા રચનાક્રમ યોગ્ય માનવામાં આવે તો મલધારી હેમચન્દ્રની ગ્રંથરચનાનો ક્રમ આ મુજબ હોવો જોઈએ : ૧. આવશ્યકટિપ્પણ, ૨. શતકવિવરણ, ૩. અનુયોગદ્વારવૃત્તિ, ૪. ઉપદેશમાલાસૂત્ર, ૫. ઉપદેશમાલાવૃત્તિ, ૬. જીવસમાસવિવરણ, ૭. ભવભાવનાસૂત્ર, ૮. ભવભાવનાવિવરણ, ૯. નન્દિટિપ્પણ, ૧૦. વિશેષાવશ્યકભાષ્ય-બૃહવૃત્તિ. આ ક્રમ શ્રીચન્દ્રસૂરિકૃત મુનિસુવ્રતચરિતમાં ઉલ્લિખિત પૂર્વોક્ત ક્રમથી કંઈક જુદો જ છે. આ ગ્રન્થોનું પરિમાણ લગભગ ૮૦૦૦૦ શ્લોક-પ્રમાણ છે. આ બધા ગ્રંથો વિષયની દૃષ્ટિએ પ્રાયઃ સ્વતંત્ર છે આથી તેમાં પુનરાવૃત્તિ માટે વિશેષ શક્યતા નથી. આવશ્યકવૃત્તિપ્રદેશવ્યાખ્યા : આ વ્યાખ્યા' હરિભદ્રકૃત આવશ્યકવૃત્તિ પર છે. આને હારિભદ્રીયાવશ્યકવૃત્તિ ટિપ્પણક પણ કહે છે. તેની પર પ્રસ્તુત વ્યાખ્યાકાર આચાર્ય હેમચન્દ્રના જ શિષ્ય શ્રીચંદ્રસૂરિએ એક વધારે ટિપ્પણ લખ્યું છે જેને પ્રદેશવ્યાખ્યાટિપ્પણ કહે છે. પ્રારંભે વ્યાખ્યાકાર આદિજિનેશ્વર (ઋષભદેવ)ને નમસ્કાર કરે છે. તદનંતર વર્ધમાનપર્યન્ત બાકી સમસ્ત તીર્થંકરોને નમસ્કાર કરી સંક્ષેપમાં ટિપ્પણ લખવાની પ્રતિજ્ઞા કરે છે : जगत्त्रयमतिक्रम्य स्थिता यस्य पदत्रयी । . Jain Education International ૪૧૧ विष्णोरिव तमानम्य श्रीमदाद्यजिनेश्वरम् ॥ १ ॥ शेषानपि नमस्कृत्य, जिनानजितपूर्वकान् । श्रीमतो वर्द्धमानान्तान्, मुक्तिशर्म्मविधायिनः ॥ २ ॥ समुपासितगुरुजनतः समधिगतं किञ्चिदात्मसंस्मृतये । सङ्क्षेपादावश्यकविषयं टिप्पनमहं वच्मि ॥ ३ ॥ ૧. શ્રીચંદ્રસૂરિવિહિત ટિપ્પણસહિત – દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy