SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ આગમિક વ્યાખ્યાઓ ભવભાવના મૂલની રચના કરી. તદનંતર તે બંનેની ક્રમશઃ ૧૪ હજાર અને ૧૩ હજાર શ્લોકપ્રમાણ વૃત્તિઓ રચી. ત્યાર પછી અનુયોગદ્વાર, જીવસમાસ અને શતક (બંધશતક)ની ક્રમશઃ ૬, ૭ અને ૪ હજાર શ્લોક-પ્રમાણ વૃત્તિઓની રચના કરી. મૂલ આવશ્યકવૃત્તિ (હરિભદ્રકૃત) પર ૫ હજાર શ્લોકપ્રમાણ ટિપ્પણ લખ્યું તથા વિશેષાવશ્યકભાષ્ય પર ૨૮ હજાર શ્લોક-પ્રમાણ વિસ્તૃત વૃત્તિ લખી. ૧ ........ “અંતે મૃત્યુ સમયે આચાર્ય હેમચન્દ્ર પોતાના ગુરુ અભયદેવની જેમ જ આરાધના કરી. તેમાં એટલી વિશેષતા ચોક્કસ હતી કે તેમણે સાત દિવસની સંલેખના – અનશન કર્યું હતું જ્યારે આચાર્ય અભયદેવે ૪૭ દિવસનું અનશન કર્યું હતું) અને રાજા સિદ્ધરાજ સ્વયં તેમની શવયાત્રામાં જોડાયા હતા જ્યારે અભયદેવની શવયાત્રાનું દશ્ય તેમણે પોતાના મહેલોમાંથી જ જોઈ લીધું હતું). તેમના ત્રણ ગણધર હતા : ૧. વિજયસિંહ, ૨. શ્રીચન્દ્ર અને ૩. વિબુધચન્દ્ર. તેમાંથી શ્રીચન્દ્ર પટ્ટધર આચાર્ય થયા. આચાર્ય વિજયસિંહે ધર્મોપદેશમાલાની બૃહદ્રવૃત્તિ રચી છે. તેની સમાપ્તિ વિ.સં. ૧૧૯૧માં થઈ. તેની પ્રશસ્તિમાં આચાર્ય વિજયસિંહે પોતાના ગુરુ આચાર્ય હેમચન્દ્ર અને તેમના ગુરુ આચાર્ય અભયદેવનો જે પરિચય આપ્યો છે તેનાથી જણાય છે કે સં. ૧૧૯૧માં આચાર્ય મલધારી હેમચન્દ્રના મૃત્યુના ઘણાં વર્ષ વ્યતીત થઈ ચૂક્યા હતાં. આવી સ્થિતિમાં એમ માનવામાં આવે કે અભયદેવનું મૃત્યુ થતાં અર્થાત્ વિ.સં.૧૧૬૮માં હેમચન્દ્ર આચાર્યપદ પ્રાપ્ત કર્યું અને લગભગ સં. ૧૧૮૦ સુધી તે પદને શોભાવ્યું તો કોઈ અસંગતિ નથી. તેમના ગ્રન્થાંતની કોઈ પણ પ્રશસ્તિમાં વિ.સં.૧૧૭૭ પછીના વર્ષનો ઉલ્લેખ નથી મળતો. આચાર્ય હેમચન્દ્ર સ્વહસ્તલિખિત જીવસમાસની વૃત્તિની પ્રતના અંતે પોતાનો જે પરિચય આપ્યો છે તેમાં તેમણે પોતાને યમ-નિયમ-સ્વાધ્યાય-ધ્યાનનાં અનુષ્ઠાનમાં રત પરમ નૈષ્ઠિક પંડિત શ્વેતામ્બરાચાર્ય ભટ્ટારિક રૂપે પ્રસ્તુત કર્યા છે. આ પ્રત તેમણે વિ.સં.૧૧૬૪માં લખી છે. પ્રશસ્તિ આ મુજબ છે : ग्रन्थाग्र ६६२७ । संवत् ११६४ चैत्र सुदि ४ सोमेऽद्येह श्रीमदणहिलपाटके समस्तराजावलिविराजितमहाराजाधिराज-परमेश्वर-श्रीमज्जयसिंहदेव-कल्याणविजयराज्ये एवं काले प्रवर्तमाने यमनियमस्वाध्यायध्यानानुष्ठानरतपरमनैष्ठिकपंडित-श्वेताम्बराचार्य ૧. આ સૂચીમાં નન્ટિટિપ્પણનો ઉલ્લેખ નથી. વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિના અંતે આ ટિપ્પણીનો ઉલ્લેખ મળે છે. ૨. ગણધરવાદ : પ્રસ્તાવના, પૃ. ૫૧-૨. ૩. શ્રી પ્રશસ્તિસંગ્રહ (શ્રી શાન્તિનાથજી જ્ઞાનભંડાર, અમદાવાદ), પૃ. ૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy