SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિવિહિત વૃત્તિઓ ૪૦૭ વિશેષાવશ્યકભાષ્યની સ્વોપજ્ઞ ટીકાનો પણ ઉલ્લેખ છે. પ્રજ્ઞાકરગુપ્ત', (આવશ્યક) ચૂર્ણિકાર', (આવશ્યક) મૂલટીકાકાર, (આવશ્યક) મૂલભાષ્યકાર, લઘીયસ્ત્રયાલંકારકાર અકલંક, ન્યાયવતારવિવૃતિકાર વગેરેનો પણ પ્રસ્તુત ટીકામાં ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે. સ્થાને-સ્થાને સપ્રસંગ કથાનક ઉષ્કૃત કરવાનું પણ આચાર્ય નથી ભૂલ્યા. આ કથાનકો પ્રાકૃતમાં છે. ‘ઘૂમ યવિવિત્ત શું સુમિમ્મિ તેખ યુનિો'ની વ્યાખ્યાની પછીનું વાક્ય ‘સામ્પ્રતમ:’ અર્થાત્ ‘હવે અરનાથના વ્યાખ્યાનનો અધિકાર છે'ની પછીનું વિવરણ ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ વિવરણ ચતુર્વિંશતિસ્તવ નામક દ્વિતીય અધ્યયન સુધી જ છે અને તે પણ અપૂર્ણ. ૮ 4 બૃહદ્કલ્પપીઠિકાવૃત્તિ આ વૃત્તિ ભદ્રબાહુસ્વામિકૃત બૃહત્કલ્પપીઠિકા નિર્યુક્તિ અને સંઘદાસગણિકૃત ભાષ્ય (લઘુભાષ્ય) ૫૨ છે. વૃત્તિકાર મલયગિરિ પીઠિકાની ભાષ્યગાથા ૬૦૬ પર્યંત જ પોતાની વૃત્તિ રચી શક્યા. બાકી પીઠિકા તથા આગળના મૂલ ઉદ્દેશોના ભાષ્યની વૃત્તિ આચાર્ય ક્ષેમકીર્તિએ પૂરી કરી. આ તથ્યનું પ્રતિપાદન સ્વયં ક્ષેમકીર્તિએ પોતાની વૃત્તિ શરૂ કરતી વખતે કર્યું છે :૧૦ श्रीमलयगिरिप्रभवो यां कर्तृमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ પ્રારંભમાં વૃત્તિકારે વીર જિનેશ્વરને પ્રણામ કર્યાં છે તથા પોતાના ગુરુનાં પદકમલોનું સાદર સ્મરણ કરતાં કલ્પાધ્યયનની વૃત્તિ રચવાની પ્રતિજ્ઞા કરી છે. ભાષ્યકાર અને ચૂર્ણિકારની કૃતજ્ઞતા સ્વીકારતાં મંગલાભિધાનનાં વ્યાખ્યાન સાથે આગળની વૃત્તિ શરૂ કરી છે : प्रकटीकृतनिः श्रेयसपदहेतुस्थविरकल्पजिनकल्पम् । नम्राशेषनरामरकल्पितफलकल्पतरुकल्पम् ॥ १ ॥ नत्वा श्रीवीरजिनं, गुरुपदकमलानि बोधविपुलानि । कल्पाध्ययनं विवृणोमि लेशतो गुरुनियोगेन ॥ २ ॥ भाष्यं वचातिगम्भीरं, क्व चाहं जडशेखरः । तदत्र जानते पूज्या, ये मामेवं नियुञ्जते ॥ ३ ॥ अदभूतगुणरत्ननिधौ, कल्पे साहायकं महातेजाः । ટ્રીપ વ તમપ્તિ જુએ, નયતિ યતીશ: સ: યૂનિકૃત્ ॥ ૪ ॥ ૪. પૃ. ૧૨૮. ૧. પૃ. ૬૬. ૨. પૃ. ૨૮. ૫. પૃ. ૨૭૧. ૬. પૃ. ૩૭૭. ૮. પૃ. ૧૦૧, ૧૩૫, ૧૫૩, ૨૯૪. ૧૦. પૃ. ૧૭૭. Jain Education International ૩. પૃ. ૮૩. ૭. એજન. ૯. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy