________________
૪૦૬
इमां च पिंडनिर्युक्तिमतिगम्भीरां विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा सिद्धिं तेनाश्नुतां लोकः ॥ ३ ॥ अर्हन्तः शरणं सिद्धाः, शरणं मम साधवः । શરનું બિનનિટ્ટિો, ધર્મ: શળમુત્તમઃ ॥ ૪ ॥
આગમિક વ્યાખ્યાઓ
આવશ્યકવિવરણ :
પ્રસ્તુત વિવરણ' આવશ્યકનિર્યુક્તિ પર છે. તે અપૂર્ણ જ મળે છે. પ્રારંભમાં વિવરણકાર આચાર્ય મલયગિરિએ ભગવાન પાર્શ્વનાથ, પ્રભુ મહાવીર તથા પોતાના ગુરુદેવનું સ્મરણ કર્યું છે અને બતાવ્યું છે કે જોકે આવશ્યકનિયુક્તિ પર અનેક વિવરણ ગ્રન્થો વિદ્યમાન છે પરંતુ તે સમજવા મુશ્કેલ હોવાને કારણે મંદ બુદ્ધિના લોકો માટે ફરી તેનું વિવરણ કરવામાં આવે છે :
पान्तु वः पार्श्वनाथस्य पादपद्मनेखांशवः । अशेषविघ्नसंघाततमोभेदैकहेतवः ॥ १ ॥ जयति जगदेकदीपः प्रकटितनि:शेषभावसद्भावः । कुमतपतंगविनाशी श्रीवीरजिनेश्वरो भगवान् ॥ २ ॥ नत्वा गुरुपदकमलं प्रभावतस्तस्य मन्दशक्तिरपि । आवश्यकनिर्युक्तिं विवृणोमि यथाऽऽगमं स्पष्टम् ॥ ३ ॥ यद्यपि च विवृतयोऽस्याः सन्ति विचित्रास्तथापि विषमास्ताः । सम्प्रतिजनो हि जडधीर्भूयानितिविवृतिसंरम्भः ॥ ४ ॥
ત્યાર પછી મંગલનું નામાદિ ભેદપૂર્વક વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તથા તેની ઉપયોગિતા પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પ્રસંગે તથા આગળ પણ અહીં-તહીં વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી છે. નિર્યુક્તિની ગાથાઓનાં પદોનો અર્થ કરતાં તત્પ્રતિપાદિત પ્રત્યેક વિષયનું આવશ્યક પ્રમાણો સાથે સરળ ભાષા તથા સુબોધ શૈલીમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચનની એક વિશેષતા એ છે કે આચાર્યે વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓનું સ્વતંત્ર વ્યાખ્યાન ન કરતાં તેનો ભાવાર્થ તો પોતાની ટીકામાં આપી જ દીધો છે. વિવરણમાં જેટલી પણ ગાથાઓ છે, મોટા ભાગે વિવરણનાં વક્તવ્યની પુષ્ટિ માટે છે. વિવરણકારે ભાષ્યની ગાથાઓની વ્યાખ્યારૂપે પોતાના વિવરણનો વિસ્તાર ન કરતાં પોતાના વિવરણના સમર્થનરૂપે ડ ં વ', ‘તથા વાદ ભાષ્યવૃત્’, ‘તલેવ બારણાનું માપ્યારોપ્યાદ' વગેરે શબ્દો સાથે ભાષ્યગાથાઓ ઉદ્ધૃત કરી છે. વિવરણમાં ૧. આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૮-૧૯૩૨; દેવચન્દ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સૂરત,
સન્ ૧૯૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org