________________
- મલયગિરિવિહિત વૃત્તિઓ
૪૦૫ છે. આમાં ભાષ્યની ૪૬ ગાથાઓનો પણ સમાવેશ છે. તે ભાષ્યગાથાઓ હોવાનો નિર્દેશ સ્વયં વૃત્તિકારે કર્યો છે. પ્રારંભમાં આચાર્યે વર્ધમાન જિનેશ્વરનું સ્મરણ કરીને પોતાના ગુરુદેવને પ્રણામ કર્યા છે તથા પિડનિર્યુક્તિની સંક્ષિપ્ત તથા સ્પષ્ટ વ્યાખ્યા લખવાની પ્રતિજ્ઞા કરી છે :
जयति जिनवर्धमानः परहितनिरतो विधूतकर्मरजाः । मुक्तिपथचरणपोषकनिरवद्याहारविधिदेशी ॥ १ ॥ नत्वा गुरुपदकमलं गुरूपदेशेन पिण्डनियुक्तिम् ।
विवृणोमि समासेन स्पष्टं शिष्यावबोधाय ॥ २ ॥ પિણ્ડનિયુક્તિ ક્યા સૂત્ર સાથે સંબદ્ધ છે? આ પ્રશ્નનો ઉત્તર ટીકાકારે આ મુજબ આપ્યો છે. રૂદ્રાધ્યયનપરિમાનશૂતિયુત્રિમૂષિતો સાર્વત્રિો નામ કુતબ્ધઃ , तत्र च पंचममध्ययनं पिण्डैषणानामकं, दशवैकालिकस्य च नियुक्तिश्चतुर्दशपूर्वविदा भद्रबाहुस्वामिना कृता, तत्र पिण्डैषणाभिधपंचमाध्ययननियुक्तिरतिप्रभूतग्रन्थत्वात् पृथक् शास्त्रान्तरमिव व्यवस्थापिता, तस्याश्च पिण्डनियुक्तिरिति नाम कृतं, पिण्डैषणानियुक्ति पिंडनियुक्तिरिति मध्यमपदलोपिसमासाश्रयणाद् ।'
દશવૈકાલિક સૂત્રના પિચ્છેષણા નામના પંચમ અધ્યયનની (ચતુર્દશ-પૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામિકૃત) નિર્યુક્તિનું નામ જ પિણ્ડનિર્યુક્તિ છે. આનું પરિમાણ બૃહદ્ હોવાને કારણે આને પૃથક ગ્રન્થ રૂપે સ્વીકૃત કરવામાં આવી. કેમકે આ નિર્યુક્તિગ્રંથ દશવૈકાલિકનિર્યુક્તિથી પ્રતિબદ્ધ છે આથી આની આદિમાં નમસ્કારમંગલ પણ નથી કરવામાં આવ્યું.
પ્રસ્તુત વૃત્તિમાં આચાર્ય મલયગિરિએ વ્યાખ્યારૂપે અનેક કથાનક આપ્યાં છે જે સંસ્કૃતમાં છે. વૃત્તિનું ગ્રંથમાન ૬૭૦૦ શ્લોક-પ્રમાણ છે. વૃત્તિ સમાપ્ત કરતાં આચાર્યું પિણ્ડનિર્યુક્તિકાર દ્વાદશાંગવિદ્ ભદ્રબાહુ તથા પિણ્ડનિર્યુક્તિ-વિષમપદવૃત્તિકાર (આચાર્ય હરિભદ્ર તથા વીરગણિ)ને નમસ્કાર કર્યા છે તથા લોકકલ્યાણની ભાવના સાથે અરિહંત, સિદ્ધ, સાધુ તથા જિનોપદિષ્ટ ધર્મનું શરણ ગ્રહણ કર્યું છે :
येनैषा पिण्डनियुक्तियुक्तिरम्या विनिर्मिता । તાલાવળે તર્ગ, નમ: શ્રીમતવાદ છે ? - व्याख्याता यैरेषा विषमपदार्थाऽपि सुललितवचोभिः । अनुपकृतपरोपकृतो विवृतिकृतस्तान्नमस्कुर्वे ॥ २ ॥
૧. પૃ. ૧.
૨. પૃ. ૧૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org