SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક વ્યાખ્યાઓ કલ્પ (બૃહત્કલ્પ) સૂત્ર તથા વ્યવહાર સૂત્ર તથા તેમની વ્યાખ્યાઓના રચયિતાઓના વિષયમાં પોતાનું વક્તવ્ય ઉપસ્થિત કરતાં વૃત્તિકારે બતાવ્યું છે કે ચતુર્દશ પૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીએ સાધુઓના અનુગ્રહ માટે કલ્પસૂત્ર અને વ્યવહાર સૂત્રની રચના કરી જેથી પ્રાયશ્ચિત્તનો વ્યવચ્છેદ ન થાય. તેમણે આ બંને સૂત્રોની સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ પણ બનાવી. સનિર્યુક્તિક સૂત્રોને પણ અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓ માટે સમજવી અઘરી જણાતાં ભાષ્યકારે તેમની ૫૨ ભાષ્ય લખ્યું. આ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું અનુગમન કરનાર હોવાને કારણે નિર્યુક્તિ અને ભાષ્ય એક ગ્રન્થરૂપ થઈ ગયા : તતો ‘મા ભૂલ્ પ્રાશ્ચિત્તવ્યવવ્હેલઃ' કૃતિ સાધૂનામનુપ્રહાય ચતુર્દશપૂર્વધરેળ માવતા भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहारसूत्रं चकारि, उभयोरपि च सूत्रस्पर्शिकनिर्युक्तिः । इमे अपि च कल्प-व्यवहारसूत्रे सनिर्युक्तिके अल्पग्रन्थतयामहार्थत्वेन च दुःखमानुभावतो हीयमानमेधाऽऽयुरादिगुणानामिदानीन्तनजन्तूनामल्पशक्तिनां दुग्रहे दुरवधारे जाते, ततः सुखग्रहणधारणाय भाष्यकारो भाष्यं कृतवान्, तत्र सूत्रस्पर्शिकनिर्युक्त्यनुगतमिति सूत्रस्पर्शिकनिर्युक्तिर्भाष्यं चैको ग्रन्थो जातः । ' ૪૦૮ વૃત્તિકારે પ્રસ્તુત વૃત્તિમાં પ્રાકૃત ગાથાઓની સાથે સાથે પ્રાકૃત કથાનકો પણ ઉદ્ધૃત કર્યાં છે. ‘યત વં સ્વસ્થાનપ્રાયશ્ચિત્ત તતો વિપર્યસ્તપ્રદળરણે ન વિધેયે અહીં સુધીની પીઠિકાવૃત્તિ આચાર્ય મલયગિરિની જ કૃતિ છે જેનું ગ્રંથમાન ૪૬૦૦ શ્લોક પ્રમાણ છે. ૧. પૃ. ૨. Jain Education International ૨. પૃ. ૧૭૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy