SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિવિહિત વૃત્તિઓ ४०१ પ્રસ્તુત પીઠિકામાં આ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. આ જ વિવેચન જીતકલ્પભાષ્ય વગેરે ગ્રંથોમાં પણ ઉપલબ્ધ છે. પ્રાયશ્ચિત્તદાનની વિધિના વ્યાખ્યાન સાથે પીઠિકાનું વિવરણ સમાપ્ત થાય છે. આગળની વૃત્તિમાં પ્રથમાદિ ઉદેશોનું સૂત્ર, નિર્યુક્તિ તથા ભાષ્યસ્પર્શી વિવેચન છે. प्रथम हेशन प्रथमसूत्रान्तर्गत 'पडिसेवित्ता'नुं व्याख्यान २di माया बताव्यु છે કે પ્રતિસેવના બે પ્રકારની છે : મૂલ પ્રતિસેવના અને ઉત્તર પ્રતિસેવના. મૂલ પ્રતિસેવના પાંચ પ્રકારની છે અને ઉત્તર પ્રતિસેવના દસ પ્રકારની છે. આમાંથી પ્રત્યેકના ફરી બે ભેદ છે : દપિકા અને કલ્પિકા - मूलुत्तरपडिसेवा मूले पंचविहे उत्तरे दसहा । एक्केक्का वि य दुविहा दप्पे-कप्पे य नायव्वा ॥ भा० ३८ ॥ આ ગાથાનું વ્યાખ્યાન કરતાં વૃત્તિકાર લખે છે : 'प्रतिसेवना नाम प्रतिसेवना सा च द्विधा मूलोत्तरत्ति, पदैकदेशे पदसमुदायोपचारात् मूलगुणातिचारप्रतिसेवना, उत्तरगुणातिचारप्रतिसेवना च । तत्र मूले पंचविहत्ति मूलगुणातिचारप्रतिसेवना पञ्चविधा पञ्चप्रकारा, मूलगुणातिचाराणां प्राणातिपातादीनां पञ्चविधत्वाद्, उत्तरे त्ति उत्तरगुणातिचारप्रतिसेवना दशधा दसप्रकारा, उत्तरगुणानां दशविधतया तदतिचाराणामपि दशविधत्वात् ते च दशविधा उत्तरगुणा दशविधं प्रत्याख्यानं तद्यथा - अनागतमतिक्रान्तं कोटीसहितं नियन्त्रितं, साकारमनाकारं परिमाणकृतं निरवशेषं साङ्केतिकमद्धाप्रत्याख्यानं च । अथवा इमे दशविधा उत्तरगुणाः । तद्यथा-पिण्डविशोधिरेक उत्तरगुणः, पञ्चसमितयः पञ्च उत्तरगुणाः, एवं षट् तपोबाह्यं षट्प्रभेदं सप्तम उत्तरगुणः, अभ्यन्तर षट्प्रभेदमष्टमः, भिक्षुप्रतिमा द्वादश नवमः, अभिग्रहा द्रव्यक्षेत्रकालभावभेदभिन्ना दशमः । एतेषु दशविधेषूत्तरगुणेषु याऽतिचारप्रतिसेवना सापि दशविधेति । एक्केका वि य दुविहा इत्यादि एकैका मूलगुणातिचारप्रतिसेवना उत्तरगुणातिचार प्रतिसेवना च प्रत्येक सप्रभेदा द्विविधा द्विप्रकारा ज्ञातव्या । तद्यथा - दर्षे कल्पे च दपिका कल्पिका चेत्यर्थः । तत्र या कारणमन्तरेण प्रतिसेवना क्रियते सा दपिका, या पुनः कारणे सा कल्पिका । પ્રતિસેવના બે પ્રકારની છે : મૂલગુણાતિચારપ્રતિસેવના અને ઉત્તરગુણાતિચારપ્રતિસેવના. મૂલગુણાતિચારપ્રતિસેવના મૂલગુણોના પ્રાણાતિપાતાદિ પાંચ પ્રકારના અતિચારોને કારણે પાંચ પ્રકારની છે. ઉત્તરગુણાતિચારપ્રતિસેવના १. द्वितीय विमा, पृ. १३-४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy