SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક વ્યાખ્યાઓ કલ્પ (બૃહત્કલ્પ) સૂત્ર અને વ્યવહાર સૂત્રનું અંતર સ્પષ્ટ કરતાં પ્રારંભે જ આચાર્ય કહે છે કે કલ્પાધ્યયનમાં પ્રાયશ્ચિત્તનું કથન તો કરવામાં આવ્યું છે પરંતુ પ્રાયશ્ચિત્તદાનની વિધિ નથી બતાવવામાં આવી, વ્યવહારમાં પ્રાયશ્ચિત્તદાન અને ૪૦૦ આલોચનાવિધિનું અભિધાન છે. આ રીતે વ્યવહારાધ્યયનની અહીં વ્યાખ્યા કરવામાં આવશે : ..कल्पाध्ययने आभवत्प्रायश्चित्तमुक्तं, व्यवहारे तु दानप्रायश्चित्तमामालोचनाविधिश्चाभिधास्यते । तदनेन सम्बन्धेनायातस्यास्य व्यवहाराध्ययनस्य विवरणं प्रस्तूयते ।" ‘વ્યવહાર’ શબ્દનું વિશેષ વિવેચન કરવા માટે ભાષ્યકાર-નિર્દિષ્ટ વ્યવહાર,' વ્યવહારી અને વ્યવહર્તવ્ય આ ત્રણેનાં સ્વરૂપ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. વ્યવહારી કર્તારૂપ છે, વ્યવહારકરણ રૂપ છે અને વ્યવહર્તવ્ય કાર્યરૂપ છે. કરણરૂપ વ્યવહાર પાંચ પ્રકારનો છે : આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. ચૂર્ણિકારે પણ આ પાંચ પ્રકારના વ્યવહા૨ને ક૨ણ કહ્યો છે : બાદ વૃનિવૃતપંવિધો વ્યવહાર: જરમિતિ..... સૂત્ર, અર્થ, જીત, ક્લ્પ, માર્ગ, ન્યાય, ઇપ્સિતવ્ય, આરિત અને વ્યવહાર એકાર્થક છે.૪ ૨ વ્યવહારનો ઉપયોગ ગીતાર્થ માટે છે, અગીતાર્થ માટે નથી. જે સ્વયં વ્યવહારને જાણે છે અથવા સમજાવવાથી સમજી જાય છે તે ગીતાર્થ છે. આથી વિપરીત અગીતાર્થ છે. તે ન તો સ્વયં વ્યવહારથી પરિચિત હોય છે અને ન સમજાવવાથી સમજે છે. આ પ્રકારની વ્યક્તિ માટે વ્યવહારનો કોઈ ઉપયોગ નથી.૫ — ન વ્યવહારોક્ત પ્રાયશ્ચિત્તદાન માટે એ આવશ્યક છે કે પ્રાયશ્ચિત્ત આપનાર અને પ્રાયશ્ચિત્ત લેનાર બંને ગીતાર્થ હોય. અગીતાર્થ ન તો પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકારી છે કે ન લેવાનો. પ્રાયશ્ચિત્ત શું છે, તે પ્રશ્નને લઈને આચાર્યે પ્રાયશ્ચિત્તનો અર્થ બતાવતાં તેના પ્રતિસેવના, સંયોજના, આરોપણા અને રિફંચના – આ ચાર ભેદોનું સવિસ્તાર વ્યાખ્યાન કર્યું છે. પ્રતિસેવનારૂપ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે ઃ ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. ભેદ, ૮. મૂલ, ૯. અનવસ્થિત, ૧૦. પારાંચિત.૭ ૧. પ્રથમ વિભાગ, પૃ. ૧. ૨. આનું વિશેષ વર્ણન જીતકલ્પભાષ્યમાં જુઓ. ૩. પૃ. ૩. ૪. પૃ. ૫ (ભાષ્ય, ગા. ૭). ૫. પૃ. ૧૩ (ભાષ્ય, ગા. ૨૭). Jain Education International ૬. પૃ. ૧૫. For Private & Personal Use Only ૭. પૃ. ૧૯. www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy