SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિવિહિત વૃત્તિઓ અર્થાત્ લવણસમુદ્રને છોડીને બાકીના દ્વીપ-સમુદ્રમાં જેટલાં પણ જ્યોતિષ્ઠવિમાન છે, તે બધા સામાન્ય સ્ફટિકનાં છે. લવણસમુદ્રનાં જ્યોતિષ્મ-વિમાન ઉદકસ્ફાટન સ્વભાવ અર્થાત્ પાણીને ફાડી નાખનાર સ્ફટિકના બનેલાં છે. ‘સમયવેત્તે નં ભંતે.....' (સૂ. ૧૭૭)ની વ્યાખ્યામાં પંચવસ્તુક અને હિરભદ્રની તત્ત્વાર્થટીકા નાં ઉદાહરણો આપ્યાં છે. આગળ તત્ત્વાર્થભાષ્ય, જિનભદ્રગણિક્ષમાશ્રમણની સ્વોપજ્ઞ ભાષ્યટીકા (વિશેષાવશ્યકભાષ્યટીકા) અને પંચસંગ્રહટીકાનો ઉલ્લેખ કરતાં તેમનાં પણ ઉદ્ધરણો આપવામાં આવ્યાંછે. વિવરણના અંતે આચાર્ય મલયગિરિએ નિમ્ન શ્લોકોની રચના કરી છે : जयति परिस्फुटविमलज्ञानविभासितसमस्तवस्तुगणः । प्रतिहतपरतीर्थिमतः श्रीवीरजिनेश्वरो भगवान् ॥ १ ॥ सरस्वती तमोवृन्दं, शरज्ज्योत्स्नेव निघ्नती । नित्यं वो मंगलम् दिश्यान्मुनिभिः पर्युपासिता ॥ २ ॥ जीवाजीवाभिगमं विवृण्वताऽवापि मलयगिरिणेह । कुशलं तेन लभन्तां मुनयः सिद्धान्तसद्बोधम् ॥ ३ ॥ વ્યવહારવિવરણ : પ્રસ્તુત વિવરણ મૂલ સૂત્ર નિર્યુક્તિ તથા ભાષ્ય પર છે. પ્રારંભમાં પ્રસ્તાવનારૂપ પીઠિકા છે જેમાં કલ્પ, વ્યવહાર, દોષ, પ્રાયશ્ચિત્ત વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સર્વપ્રથમ વિવરણકાર આચાર્ય મલયગિરિ ભગવાન નેમિનાથ, પોતાના ગુરુવર અને વ્યવહારચૂર્ણિકારને નમસ્કાર કરે છે તથા વ્યવહાર સૂત્રનું વિવરણ રચવાની પ્રતિજ્ઞા કરે છે : ૩૯૯ प्रणमत नेमिजिनेश्वरमखिलप्रत्यूहतिमिरबिम्बम् । વર્ણનપથમવતી, શિવત્ છે: પ્રકૃત્તિમ્ ॥ શ્॥ नत्वा गुरुपदकमलं, व्यवहारमहं विचित्रनिपुणार्थम् । विवृणोमि यथाशक्ति, प्रबोधहेतोर्जडमतीनाम् ॥ २ ॥ विशमपदविवरणेन, व्यवहर्तव्यो व्यधायि साधूनाम् । येनायं व्यवहारः, श्रीचूर्णिकृते नमस्तस्मै ॥ ३॥ भाष्यं क्व चेदं विषमार्थगर्भं, क्वचाहमेषोऽल्पमतिप्रकर्षः । तथापि सम्यग्गुपर्युपास्तिप्रसादतो जातदृढप्रतिज्ञः ॥ ४ ॥ ૧. પૃ. ૩૩૮ (૧). ૨. પૃ. ૩૪૦ (૨). ૩. પૃ. ૩૭૯ (૧). ૪. પૃ. ૪૦૧,(૨). ૫. પૃ. ૪૧૧ (૨). ૬. પૃ. ૪૬૬ (૨). ૭. સંશોધક – મુનિ માણેક; પ્રકાશક – કેશવલાલ પ્રેમચન્દ્ર મોદી તથા ત્રિકમલાલ ઉગરચંદ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૨-૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy