SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦૨ આગમિક વ્યાખ્યાઓ દસ પ્રકારની છે કેમકે ઉત્તરગુણોના દસ ભેદ છે આથી તેમના અતિચારોના પણ દસ ભેદ છે. દસ પ્રકારના પ્રત્યાખ્યાનરૂપ ઉત્તરગુણ આ મુજબ છે : અનાગત, અતિક્રાન્ત, કોટીસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સાંકેતિક અને અદ્ધા-પ્રત્યાખ્યાન. અથવા ઉત્તરગુણોના દસ ભેદ આ છે : પિડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાહાતપ, આભ્યન્તરતપ, ભિક્ષુપ્રતિમા અને અભિગ્રહ. મૂલગુણાતિચારપ્રતિસેવના અને ઉત્તરગુણાતિચારપ્રતિસેવનાના આ ભેદોમાંથી પ્રત્યેકના ફરી બે ભેદ છે : દર્ય અને કથ્ય. અકારણ પ્રતિસેવના દપિકા છે અને સકારણ પ્રતિસેવના કલ્પિકા છે. આ જ રીતે આચાર્યો આગળ પણ અનેક સૂત્રસંબદ્ધ વિષયોનું સુસંતુલિત વિવેચન કર્યું છે. અંતે વિવરણકારે પોતાના નામ-નિર્દેશ કરતાં લખ્યું देशक इव निर्दिष्टा विषमस्थानेषु तत्त्वमार्गस्य । विदुषामतिप्रशस्यो जयति श्रीचूर्णिकारोऽसौ ॥१॥ विषमोऽपि व्यवहारो व्यधायि सुगमो गुरूपदेशेन । यदवापि तत्र पुण्यं तेन जनः स्यात्सुगतिभागी ॥ २ ॥ दुर्बोधातपकष्टव्यपगमलब्धैकविमलकीर्तिभरः ।। टीकामिमामकार्षीत् मलयगिरि: पेशलवचोभिः ॥ ३ ॥ व्यवहारस्य भगवतो यथास्थितार्थप्रदर्शनदक्षम् । विवरणमिदं समाप्तं श्रमणगणानाममृतभूतम् ॥ ४ ॥ વિવરણનું ગ્રંથમાન ૩૪૬ ૨૫ શ્લોક-પ્રમાણ છે. પ્રસ્તુત સંસ્કરણમાં અનેક અશુદ્ધિઓ છે જેનું સંશોધન અત્યાવશ્યક છે. રાજપ્રશ્રીયવિવરણ: દ્વિતીય ઉપાંગ રાજપ્રશ્નીયના પ્રસ્તુત વિવરણ ના પ્રારંભે વિવરણકાર આચાર્ય મલયગિરિએ વીર જિનેશ્વર ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે તથા રાજપ્રશ્રીયનું વિવરણ લખવાની પ્રતિજ્ઞા કરી છે : प्रणमत वीरजिनेश्वरचरणयुगं परमपाटलच्छायम् । अधरीकृतनतवासवमुकुटस्थितरत्नचिचक्रम् ।। १ ॥ राजप्रश्नीयमहं विवृणोमि यथाऽऽगमं गुस्सनियोगात् । तत्र च शक्तिमशक्ति गुरखो जानन्ति का चिन्ता ॥२॥ ૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૮૦. (આ) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૫. () સંપાદક – પં. બેચરદાસ જીવરાજ દોશી, પ્રકા.– ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, વિ.સં. ૧૯૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy